સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 7 જૂન 2020 (14:06 IST)

Food Safety તમારા ફ્રીજને હેલ્ધી કેવી રીતે બનાવશો ?

હવે દુનિયામાં માનો કોઈ વાતની ચિંતા જ નથી બચી. જેવી દરેક ફિલ્ડમાં તમને કામ કરવામાં સગવડ મળે છે. વાત પછી ઘરની જ કેમ ન હોય.  ઉલ્લેખનીય છે કે ઘરમાં ફ્રિજ એક એવુ માઘ્યમ છે જેની મદદથી તમે જૂની વસ્તુઓને તાજી કરી શકો છો. ફ્રિજમાં તો ઘણી બધી હેલ્ધી વસ્તુઓ હોય છે. પણ જ્યારે તેમને ખાવાનો વખત આવે ત્યારે હાથમાં આવે છે અનહેલ્ધી વસ્તુઓ.. 
 
આવામાં હેલ્ધી મેનેજમેંટની જરૂર છે. જેથી હેલ્ધી વસ્તુઓ વધુમાં વધુ ખાવામાં આવે.  જેના દ્વારા તમે વજન ઓછુ કરવાના લક્ષ્યને સહેલાઈથી મેળવી શકશો.  જ્યારે ફ્રિજમાં ઘણીબધી વસ્તુઓ એકસાથે મળી જાય છે તો હેલ્ધી વસ્તુઓ સુધી આપણી પહોંચ વધુ મુશ્કેલ થઈ જાય છે. 
 
જો ફ્રિજમાં ખાવા પીવાની વસ્તુઓ આ રીતે વ્યવસ્થિત મુકી હોય જે સહેલાઈથી જોવા મળે તો તમે હેલ્દી ખાવા માટે વધુ પ્રેરિત થશો. તેના દ્વારા તમે ડબ્બામા મુકેલ દહી કે ઈંડા વધુ સહેલાથી બ્રેકફાસ્ટમાં લઈ શકશો. 
 
સ્નેક્સ માટે બનાવો સેંટર  - ફ્રિજમાં એક જુદુ સ્નેક્સ સેંટર બનાવો. જેના દ્વારા મીલ્સની વચ્ચે જો કશુક ખાવાની ઈચ્છા હોય તો તમારી પહોંચમાં સ્નેક્સ પણ હેલ્ધી જ આવે. કાયમ હેલ્ધી સ્નેક્સને આંખોના લેવલ પર મુકો. જેવા કે પોપકોર્ન, ચીઝ, તાજા ફળ, ફ્રૂટ અને નટ બાર. 
 
કાપીને પણ મુકો - શાકભાજીઓ હેલ્ધી હોય છે. કેલોરીમાં ઓછી અને ફાઈબરથી ભરપૂર. તેથી જ્યારે પણ બજારમાંથી શાકભાજી ખરીદીને લાવો જેવી કે ગાજર, ખીરુ, ચેરી ટોમેટોને રિયુજેબલ કંટેનરમાં મુકો.  તેને તમે લો ફેટ સલાદ ડ્રેસિંગ પાસે મુકો જેથી સહેલાઈથી શાકભાજીઓનો સ્વાદ વધારીને તેને ખાઈ શકાય. 
 
ફ્રૂટ બાઉલ - જેમને ગળ્યુ ખાવાની ઈચ્છા થતી રહે છે તેમને માટે ફ્રૂટ્સ હેલ્દી વિકલ્પ છે. સાથે જ આ ચોકલેટ બાર કે કુકીઝની તુલનામાં કેલોરી મામલે ખૂબ ઓછા પણ હોય છે. સ્વાદ અને તંદુરસ્તીથી ભરપૂર ફ્રૂટ્સ જેવા કે સફરજન, નાશપતિ, શક્કરટેટી, તરબૂચને બાઉલમાં કાપીને સામે મુકો જેથી ફ્રીજનો દરવાજો ખોલતા જ સૌ પહેલા બાઉલ પર નજર પડે. 
 
અલ્ટરનેટિવ્સ પણ મુકો - જો તમને ખબર છે કે આઈસ્ક્રીમ તમારી નબળાઈ છે તો તેને તમારાથી કાયમ દૂર ન મુકો. આવુ કરવાથી ખાવાની ઈચ્છા વધી જશે. પણ એ વાતનું ધ્યાન રાખો કે લો કેલોરી ઓપ્શન જ એના માટે હોય. આ રીતે હાઈ ફેટ કે હાઈ કેલોરી ફુડ સાથે પણ કરી શકો છો.  કાયમ હેલ્દી સ્ટૉક જ મુકો. જેથી વધુ કૈલોરી ખાવામાં ન આવે.