ડાયટિંગ સિવાય વજન ઉતારવુ છે તો અપનાવો આ ટિપ્સ
અનિયમિત દિનચર્યા અને આળસને કારણે જો તમારું વજન વધી રહ્યું છે તો તમને વજન ઘટાડવા માટે ઓછો ખોરાક લેવો અને એક્સરસાઇઝ કરવી જેવી સલાહ તમારી આસપાસના લોકો તરફથી મળતી રહે છે. અને તમે આ બધી સલાહ પર અમલ કરવાની કોશિશ પણ કરી રહ્યા હશો. પરંતુ કોઈ પણ વ્યક્તિ માટે જીમમાં જઈને વર્કઆઉટ કરવું અથવા ડાયટિંગ કરીને ઓછો ખોરાક લેવો તે શક્ય હોતું નથી. જો તમે થોડીક વાતોને તમારા રોજીંદા જીવનમાં અપનાવી લેશો તો તમારુ વજન ઝડપથી ઘટશે.
- .વજન ઘટાડવા માંગતા હોવ તો રોજ દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી (3-4 લીટર) પીવાનો નિયમ લો. આટલું પાણી પીવો તો શરીરનું મેટાબોલિઝમ સારું થાય છે અને ખાવાનું સારી રીતે પચે છે.
- રોજ જ્યારે પણ ભોજન કરો તો પૂરતા પ્રમાણમાં સલાડ પણ ખાઓ. જો તમને ભૂલ લાગે તો સ્નેક્સની જગ્યાએ સલાડ જેમ કે ગાજર, કાકડી, ચણા વગેરેનું સેવન કરો. ચણા ખાવાથી શરીરને પ્રોટીન મળે છે.
-જો તમે ખરેખર વજન ઉતારવા માંગતા જ હોવ તો તમારે જંકફૂડ અને બહારના ખાવાનાથી બચવું પડશે. ચોકલેટ, કેક, ટોફી અને આઈસ્ક્રિમનું સેવન ન કરો. - ભૂખ કરતા વધુ ભોજન કરવાથી પણ વજન વધે છે. કેટલાક લોકો સ્વાદના ચક્કરમાં એ ભૂલી જાય છે કે વધુ ખાવાથી વજન વધે છે. ખાવાના ટેબલ પર બેઠા પછી એટલું યાદ રાખો કે જેટલી ભૂખ હોય તેટલું જ ખાઓ.
- ઓફિસ કે કોલેજ જલદી પહોંચવાના ચક્કરમાં નાશ્તો નથી કરતા તો તે તમારા માટે જોખમી બની શકે છે. નાશ્તો ન કરવાથી મોટાપાની સમસ્યા ઊભી થતી હોય છે. બ્રેકફાસ્ટ ન કરનારા લોકો ભૂખ લાગતા લંચ પહેલા સ્નેક્સનું સેવન કરી લે છે, જે વજન વધારે છે.
- રાતે સૂવાના લગભગ દોઢ બે કલાક પહેલા ભોજન કરો અને ટહેલવાનું ન ભૂલો
- સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવાથી શરીરની ચરબી ઓછી થાય છે અને મેટાબોલિઝમ સારું થાય છે
- મીઠાઈનું સેવન કરવાથી ચરબી વધે છે. જો તમે મીઠાઈના શોખીન હોવ તો કોશિશ કરો કે ઓછામાં ઓછી મીઠાઈ ખાઓ.
- વજન ઓછુ કરવા અને બોડીને ફીટ રાખવા માટે નિયમિત વ્યાયામ ખુબ ફાયદાકારક સાબિત થશે.