ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 14 એપ્રિલ 2022 (15:07 IST)

Hair Care - શુ આપ જાણો છો વાળ કેમ ખરે છે ? જો તમારા વાળ પર ખરી રહ્યા છે તો અપનાવો આ ઉપાય

વાળ તૂટવાની કે વાળ ખરવાની સમસ્યાને લઈને આજનો દરેક યુવાન પરેશાન છે.  પહેલા તો મોટી ઉંમરે વાળ જતા હતા પરંતુ આજકાલના યુવાનો 30 વર્ષના થતા નથી કે તેમના વાળ જવા માંડે છે. આયુર્વેદમાં વાળને લઇને વિસ્તારપુર્વક વર્ણન છે. જેમકે વાળને ધોવાની યોગ્ય રીત કઇ છે, વાળને સ્વસ્થ રાખવાની રીતો કઇ છે. વાળની બિમારીના કારણ કયા છે. આયુર્વેદ નિષ્ણાતો જણાવે છે કે નાની ઉંમરમા વાળ કેમ ખરે છે. તેને રોકવા માટે અથવા સમસ્યા હળવી કરવા માટે કેટલાક ઉપાયો છે. 
 
તમે સુઇને ઉઠો અને તમારી પથારીમાં, ઓશિકા પર કે પછી નહાતી વખતે કે વાળ ધોતી વખતે આસપાસ વાળ ખરેલા જોવા મળે તો સચેત થઇ જાવ. આયુર્વેદમાં એવુ કહેવાયુ છે કે રોજના 100 વાળ ખરવા સામાન્ય છે, પરંતુ આ 100 વાળ ફક્ત માથાના નહીં, આખા શરીરના. જો આનાથી પણ વધુ વાળ ખરી રહ્યા હોય તો ચેતી જવાની અને નિષ્ણાતની સલાહ લેવાની જરુર છે. 
 
વાળ ખરવાના કારણો 
 
શરીરમાં વાત પિત્ત અને કફ 
 
વ્યક્તિમાં વાત, પિત્ત અને કફ એમ ત્રણ પ્રકારની પ્રકૃતિ હોય છે. આયુર્વેદ અનુસાર 45 વર્ષ બાદ પિત્ત પ્રકૃતિના લોકોમાં ટાલિયાપણાની સમસ્યા અચુક આવે છે. આ બિમારી નથી. ઘણી વાર ઇલાજથી પણ લાભ મળતો નથી. પરંતુ વાયુ અને કફ પ્રકૃતિના લોકોમાં ઇલાજથી આ સમસ્યા રોકી શકાય છે. 
 
વાળ ધોવાની રીત
 
વધુ શેમ્પુ અને સાબુથી વાળ ધોવાથી વાળ થોડો સમય મુલાયમ રહી શકે છે, પરંતુ ડેમેજ પણ થાય છે. સાબુ-શેમ્પુ 7થી 15 દિવસે લગાવો. વાળ શિકાકાઇ, અરીઠા, ત્રિફળા અને દુધ કે છાશથી ધોવો. ગરમ કે ઠંડા પાણીના બદલે સામાન્ય પાણીનો ઉપયોગ કરો. 
 
હેલ્ધી હેર માટે શું કરશો
 
શીર્ષાસન ઉત્તમ આસન છે. તેનાથી માથાના ભાગને પર્યાપ્ત બ્લડ મળે છે. પગને સ્પર્શીને પ્રણામ કરવા પાછળ પણ આ કારણ હતુ. આ ઉપરાંત જે આસનો સર્ક્યુલેશનને માથા તરફ આગળ વધારે છે તેનાથી પણ લાભ થાય છે. જેમકે પવનમુક્તાસન, પશ્વિમોત્તાસન. 
 
હેર ફોલ ટ્રીટમેન્ટમાં મદદરૂપ થતું આમળા તેલ
આમળાં એ વિટામિન-સી નો સારો સ્રોત છે. તમે થોડા આમળાંને કાપીને એક કલાક તડકામાં સુકાવા દો. આ પછી એક પેનમાં નાળિયેર તેલ અને તલનું તેલ સરખા ભાગે લઈને ગરમ કરો અને તેમાં સમારેલા આમળા નાખી ધીમા આંચ પર પકાવો. લગભગ 10 મિનિટ સુધી ગરમ થયા પછી આ તેલને બોટલમાં ભરો અને અઠવાડિયામાં 3 થી 4 વાર વાપરો.
 
ખળતા વાળમાં એલોવિરા તેલ પણ છે ઉપયોગી
વાળ ખરવાની સમસ્યા માટે તમે એલોવેરા તેલ પણ બનાવી શકો છો. આ માટે એલોવેરા જેલનો અડધો કપ અને અડધો કપ નાળિયેર તેલ લો અને તેને એક કડાઈમાં બરાબર ગરમ કરો. આ પછી, તેને ઠંડુ કરો અને તેને અઠવાડિયામાં બે વાર લગાવો.
વાળ ખરવાનાં આટલાં સામાન્ય કારણો જાણ્યાં પછી તેને દૂર કરીને નિમ્ન ઉપચારક્રમ યોજવાથી વાળ ખરતા અટકે છે.
 
ખરતા વાળ અટકાવવા આ આર્યુર્વેદિક ઉપાયો પણ અપનાવી શકાય છે. 
 
આહારમાં દૂધ અને ઋતુ પ્રમાણેનાં ફળોનો વધારે ઉપયોગ કરવો.
કોસ્ટિક સોડા જેવાં જલદ દ્રવ્યો વપરાતાં હોય, એવા સાબુનો ઉપયોગ કરવો નહીં.
અરીઠાં, શિકાકાઈ, મઠો, ત્રિફળા, બેસન, છાશ વગેરે દ્રવ્યોથી વાળ ધોવા જોઈએ.
દર અઠવાડિયે સ્વાદિષ્ટ વિરેચનથી હળવો જુલાબ લેવો.
બ્રાહ્મી, આમળાં, ભાંગરો, દૂધી, રતાંજળી, મોથ જેવાં દ્રવ્યોથી ઘરે બનાવેલું જ તેલ વાપરવું. તેલ નાખ્યા પછી સવારે તડકામાં અડધો કલાક બેસવું.
ચ્યવનપ્રાશ બે-બે ચમચી દૂધ સાથે સવારે અને રાત્રે લો.
આરોગ્યર્વિધની :- બે-બે ગોળી સવારે અને રાત્રે લેવી.
લોહાસવ :- જમ્યા પહેલાં ચાર-પાંચ ચમચી બપોરે અને રાત્રે તેમાં એટલું જ પાણી ઉમેરીને પીઓ.