સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Health Care - અઠવાડિયામાં ચાર Eggs ખાઈને મેળવો ડાયાબિટીસથી મુક્તિ

ડાયાબિટીસ મતલબ ખાંડ એવી બીમારી છે જેની ચપેટમાં દર 5માંથી 3 લોકો આવી જાય છે. બ્લડમાં ગ્લુકોઝનુ સ્તર વધવાથી આ બીમારી થાય છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે ખાવા-પીવાની આદતો કંટ્રોલમાં હોવી ખૂબ જરૂરી છે. બીજી બાજુ એક શોધ મુજબ ઈંડામાં રહેલા ગુણ ડાયાબિટીસ (ટાઈપ 2)નું સંકટ ઓછુ કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે. જે લોકો એક અઠવાડિયામાં 4 ઈંડાનુ સેવન કરે છે તેમને 37 ટકા ડાયાબીટિસનુ સંકટ ઓછુ થાય છે. 
 
જાણી લો શુ છે ટાઈપ -2 ડાયાબિટીસ 
 
આ પ્રકારના ડાયાબિટીસથી પીડિત લોકોને બ્લડ શુગરનુ સ્તર ખૂબ વધુ જ વધી જાય છે. જેને પછી નિયંત્રણમાં લાવવુ ખૂબ મુશ્કેલ હોય છે.   તેનાથી પીડિત વ્યક્તિને ખૂબ વધુ તરસ લાગે છે. વારે ઘડીએ બાથરૂમ અને સતત ભૂખ લાગે છે. ઈંસુલિન પણ શરીરમાં યોગ્ય રીતે કામ નથી કરી શકતુ. 
 
ઈંડા ખાવાથી ઓછુ રહે છે સંકટ 
 
ટાઈપ-2 ડાયાબિટીસ દુનિયામાં ખૂબ ઝડપથી વધી રહ્યુ છે. પણ તાજેતરમાં જ થયેલ શોધમાં આ વાત કહેવામાં આવી છે કે જો અઠવાડિયામાં 4 ઈંડાનુ સેવન કરો છો તો તમને ખૂબ ફાયદો પહોંચે છે. યૂનિવર્સિટી ઑફ ઈસ્ટર્ન ફિનલેંડના શોધકર્તાઓ દ્વારા કરવામાં આવેલ અભ્યાસનુ માનીએ તો અઠવાડિયામાં 4 ઈંડાનુ સેવન ટાઈપ 2 ડાયાબિટીસના રિસ્કને  ઘણી હદ સુધી ઓછી કરી શકે છે.  
 
શોધમાં એ પણ સ્પષ્ટ કર્યુ છે કે ઈંડાના સેવનથી ટાઈપ-2 ડાયાબિટીસનુ સંકટ અને લોહીમાં ગ્લુકોઝનુ સ્તર ઓછુ થાય છે. આ દરમિયાન શારીરિક ગતિવિધિ, બૉડી મૉસ ઈંડેક્સ, ધૂમ્રપાન, ફળ અને શાકભાજીઓના સેવનથી પણ ફાયદો થાય છે.  ઈંડામાં રહેલા પોષક તત્વ શુગરના ઉપયોગથી શરીરના પાચનમાં સુધારો કરે છે. 
 
ઈંડાનુ સેવન કરો પણ પીળો ભાગ ન ખાવ. બાફેલા ઈંડામાંથી તમે સહેલાઈથી પીળો ભાગ જુદો કરી શકો છો. જો આમલેટ કે એગ કરી બનાવી રહ્યા છો તો તેમા શાક નાખો અને પીળા ગોળા ફેંકી દો. આમલેટ અને ભુરજી અઠવાડિયામાં એક જ વાર લો.  યાદ રાખો કે અઠવાડિયામાં 4થી વધુ ઈંડૅઅ ખાવાનો બીજો કોઈ ફાયદો નથી.