1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 2 એપ્રિલ 2024 (06:51 IST)

કુકિગ ઓઈલને વધુ ગરમ કરવું આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે, જાણો તેને વાપરવાની સાચી રીત

heating cooking oil
heating cooking oil
કિચનમાં રસોઈ બનાવતી વખતે તેલનો ઉપયોગ કરવો સ્વાભાવિક  છે. પરંતુ એવું એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ એ જ તેલનો ઉપયોગ કરે જે તમે કરો છો. કેટલાક લોકો રસોઈ માટે સરસવનું તેલ, ઓલિવ ઓઈલ અને કેટલાક રીફાઈન્ડ તેલનો ઉપયોગ કરે છે. પરંતુ તમે રસોડામાં ગમે તે તેલનો ઉપયોગ કરો, દરેક તેલનો ઉપયોગ કરવા માટેની એક ટેકનિક હોય છે. જો તમે કોઈપણ તેલને વધુ સમય સુધી ગરમ કરો છો કે પછી એક જ તેલનો વારેઘડીએ ઉપયોગ કરો છો તો  તે તમારા હેલ્થ માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. જાણો તેની પાછળનું કારણ અને તેલ વાપરવાની ટ્રીક્સ .
 
તેલમાંથી ધુમાડો નીકળે તો કરો આ કામ
રસોઈ બનાવતી વખતે ઘણા લોકો અનેક વસ્તુઓ  જોયા પછી પણ તેને ઇગ્નોર કરે છે. આમાંની એક છે તેલ ગરમ થઈને તેમાંથી ધુમાડો નીકળવો. જ્યારે   કઢાઈમાં તેલ ખૂબ ગરમ થઈ જાય છે, ત્યારે તેમાંથી ધુમાડો નીકળવા લાગે છે. જો લાંબા સમય આવું થાય છે તો તેલ બળવા માંડશે. તેથી, જ્યારે પણ તેલમાંથી ધુમાડો નીકળતો જુઓ તો તરત જ ગેસને ધીમી કરો કે પછી ગેસ બંધ કરો.
 
ફેટી એસિડ  કરે છે નુકસાન
તમારી જાણકારી માટે બતાવી દઈએ કે તેલમાં સેચુરેટેડ ફેટ, મોનોસેચ્યુરેટેડ ફેટ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ  હોય છે. જ્યારે પણ તમે એક જ તેલને વારંવાર ગરમ કરો તો તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી એક જ તેલનો વારંવાર ઉપયોગ કરવાનું ટાળો.
 
એક જ સમયે બધું ફ્રાય ન કરો
ઘણા લોકોને આદત હોય છે કે તેલ ગરમ થતાની સાથે જ તળવા માટે એકસાથે બધી વસ્તુઓ તેલમાં નાખી દે છે. જો તમે પણ આવું કરો છો તો સાવધાન થઈ જાવ. જ્યારે તમે બધી વસ્તુઓને એકસાથે તેલમાં નાખો છો, ત્યારે તેલનું તાપમાન ખૂબ ઓછું થઈ જશે.  આવી સ્થિતિમાં તેલમાં નાખેલી બધી વસ્તુઓ  તેલ શોષી લે(તેલ પી જાય છે) છે. તેથી ખાવાની વસ્તુઓને ધીમે ધીમે ફ્રાય કરો.
 
વાપરેલા તેલનો આ રીતે  કરો ઉપયોગ
જો તમે એક કે બે વાર ઉપયોગમાં લેવાયેલ તેલનો ફરીથી ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે એક ખાસ ટ્રીક્સ અપનાવવાની જોઈએ.  વપરાયેલ તેલ ઠંડુ થાય એટલે તેને ગાળી લો. ત્યાર બાદ આ તેલને એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો. આમ કરવાથી તેલમાં રહેલા ખોરાકના કણો દૂર થઈ જશે. આ તેલનો ઉપયોગ તમે પરાઠા બનાવવા માટે કરી શકો છો.