સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 18 નવેમ્બર 2021 (12:30 IST)

Tips for Throat Infection - બદલાતી ઋતુમાં શુ આપને પણ થઈ રહ્યુ છે ગળામાં ઈંફેક્શન, જલ્દી આરામ માટે અપનાવો આ ટિપ્સ

શિયાળાની ઋતુએ પોતાની એંટ્રી મારી દીધી છે. જો કે આ ખુશનુમા ઋતુમાં હાલ ઠંડક તો નથી આવી પણ ફેરફાર થઈ ગયો છે. આ બદલતી ઋતુમાં કપડાની સમસ્યા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે લોકો હજુ પણ ફુલ કપડા નથી પહેરી રહ્યા જેને કારણે બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છે. આ બદલાતી ઋતુમા શરદી, તાવ અને ગળામાં દુખાવો થવો એ એક સામાન્ય વાત છે. ગળામાં દુખાવો કે ગળામાં ઈંફેક્શન થવુ એ આ ઋતુમાં દરેક કોઈના મોઢેથી આપણે સાંભળીએ છીએ. 
 
 
અનેક લોકોના ગલાની આ સમસ્યાઓ ખૂબ નાની લાગતી હોય છે પણ પીડા અને તકલીફ એજ વ્યક્તિ સમજી શકે છે જે લોકો આની ચપેટમા6 આવે છે. આવી સ્થિતિમાં ગળામા દુખાવો, બળતરા અને થૂંકમાં લોહી આવવુ જેવા લક્ષણ્ણ દેખાય શકે છે. આજે અમે તમને બતાવી રહ્યા છે આ સમસ્યાને શરૂઆતમાં જ કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને તેને કંટ્રોલ કરી શકો છો. 
 
ગળામાં ઈફેક્શન થવાના લક્ષણ 
 
1. ટૉન્સિલનો સોજો 
2. ગળામં લિમ્ફ નોડ્સમા સોજો 
3. ગળામાં દુખાવો અને સોજો 
4. કાનમાં દુખાવો 
5.તાવ સાથે સ્નાયુઓમાં દુખાવો 
6 વહેતી નાક અને આંખોમાંથી પાણી નીકળવુ 
7. થાક અને માથાનો દુખાવો 
 
ગળામાં ઈંફેક્શન માટે કેટલાક ઘરેલુ ઉપાયો 
 
1. ગળામાં ઈંફેક્શન કે દુખાવો થતા તરત જ સાધારણ ગરમ પાણીમાં મીઠુ નાખીને કોગળા કરો. આ ખૂબ જ લાભકારે છે. ગળામાં દુખાવો, ખારાશ અને ખાંસીને ઓછી કરી શકો છો. આપ સૌ જાણતા જ હશો કે મીઠામાં અદ્દભૂત એંટી બૈક્ટેરિયલ ગુણ જોવા મળે છે. આ પ્રર્કિયાને તમે દરરોજ દિવસમાં ઓછામાં ઓછી બે વાર જરૂર અપનાવો  
 
2. હંમેશા જ હળવાળુ દૂધના અનેક લાભ બતાવ્યા છે. હળદરવાળુ દૂધ પીવાથી ગળામાં દુખાવો અને ઈંફેક્શન દૂર થાય છે.  આ ગળામાં સોજો, દુખાવો અને કોલ્ડ અને ખાંસીનો પણ ઈલાજ કરે છે. રોજ રાત્રે સૂતા પહેલા ગરમ હળદરવાળુ દૂધ પીવાથી તમને લાભ થશે. 
 
3.શરદી ખાંસીમાં તમે હર્બલ ટી ન સેવન કરીને રાહત મેળવી શકો છો. આ ચા ને બનાવવા માટે તમે પાણીમાં 2 ટુકડા આદુ, 2 ટુકડા ઈલાયચી 3 થી 4 પાન તુલસી નાખીને . તેને સારી રીતે પકવીને સાધારણ ગરમ પીવો. 
 
 
4. તમે પાણીમાં આદુ, મઘ અને લીંબૂનો રસનો કાઢો બનાવીને પણ પી શકો છો. મઘ ગળાના સોજા અને ખાંસીમાં રાહત આપવાનુ કામ કરશે. મઘ એક હાઈપરટોનિક આસમાટિક સોજાનુ કામ કરે છે. 
 
 
5. એપ્પલ સાઈડર વિનેગર  (ACV) ની પ્રકૃતિ અમ્લીય હોય છે.  અને ગળામાં બેક્ટેરિયાને મારી શકે છે. તમે તમારી હર્બલ ટી માં એક ચમચી એપ્પલ સાઈડર સિરકો નાખી શકો છો. કે પછી તેના કોગળા કરવામાં તેનો ઉપયોગ કરી શકો છો.