રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 7 જૂન 2021 (05:52 IST)

બીમારીઓથી બચવુ છે તો જમીન પર બેસીને જમો, જાણો શુ થશે ફાયદા ?

જમીન પર બેસીને ભોજન કરવુ આપણી ભારતી સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ છે. પણ આજની પેઢી નવા વિચારની માલિક હોવાથી બેડ કે ખુરશી પર બેસીને ખાવુ પસંદ કરે છે. અનેક લોકો તો નીચે બેસીને ખાવાથી શરમ અનુભવે છે. પણ કદાચ તમે જાણતા નથી કે જમીન પર બેસીને ભોજન કરવાથી આરોગ્યને લગતા અનેક લાભ મળે છે. 
 
જમીન પર બેસવા માટે આપણે ચોકડી મારીને બેસીએ છીએ. આયુર્વેદમાં આલખી પાલખી લગાવીને ભોજન કરવાને સુખાસન કહેવામાં આવે છે.  આ મુદ્રામાં બેસીને ભોજન કરવાથી પાચન ક્રિયા એકદમ યોગ્ય રહે છે.  ખાધેલુ ભોજન યોગ્ય રીતે પચવા સાથે જ બધા અવયવો શારીરિક વિકાસ કરવામાં મદદ કરે છે. આવામા બીમારીઓ થવાનુ સંકટ ઓછુ રહે છે. ચાલો જાણીએ જમીન પર બેસીને ભોજન કરવાના લાજવાબ ફાયદા વિશે.. 
 
સારુ પાચન તંત્ર  - જમીન પર ભોજન કરવા માટે પ્લેટની તરફ નમવુ પડે છે. આવામાં સતત નમવાથી અને પાછળ જવાની આ પ્રક્રિયામાં પેટની માંસપેશીઓ સતત કામ કરે છે. તેની પાચન ક્રિયામાં સુધાર થાય છે. આવામાં પેટનો દુ:ખાવો, અપચો, એસીડિટી અને અન્ય પેટ સંબંધિત બીમારીઓથી બચી શકાય છે. 
 
વજન ઘટાડવામાં મદદ કરે છે - જમીન પર બેસવા અને ઉઠવાથી આખા શરીરમાં હલચલ થાય છે. આને એક સારી કસરત માનવામાં આવે છે.  બીજી બાજુ જમીન પર બેસ્યા પછી ઉઠતા શરીર અર્ઘ પદ્માસનની મુદ્રામાં આવે છે. સાથે જ જમીન પર બેસીને ભોજન કરતી વખતે તમારુ બધુ ધ્યાન ભોજન કરવામાં હોય છે. આવામાં શાંતિથી ખાધેલુ ભોજન સહેલાઈથી પચવાથી વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે.  બીજી બાજુ તેનાથી ઉંઘુ ખુરશી પર બેસીને ભોજન કરવાથી આપણે જરૂર કરતા વધુ ખાઈ લઈને છીએ જેનાથી વજન વધવાનો ડર રહે છે. 
 
હાઈ બ્લડ પ્રેશર થશે કંટ્રોલ  - હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને જમીન પર બેસીને જ ભોજન કરવુ જોઈએ.  હકીકતમાં આ પોઝમાં બેસવાથી કરોડરજ્જુના નીચલા ભાગ પર દબાણ પડે છે. તેનાથી શરીરને આરામનો અહેસાસ થાય છે.  શ્વાસ થોડી ધીમી થવાથી માંસપેશીઓની ખેંચ થોડી ઓછી થવા માંડે છે.  આવામાં હાઈ બ્લડ પ્રેશર ઓછુ થવામાં મદદ મળે છે. 
 
તનાવ ઘટાડે  - જે લોકોને શરીરમાં દુખાવાની ફરિયાદ રહે છે તેમને જમીન પર બેસીને ભોજન કરવુ જોઈએ.  તેનાથી શરીરનો તનાવ ઓછો થવામાં મદદ મળે છે. સાથે જ જમતી વખતે એકદમ કમ્ફર્ટેબલ ફીલ થાય છે.  આથી આરોગેલુ ભોજન આરોગ્ય યોગ્ય રાખવા સાથે જ ખુશીનો અહેસાસ આપે છે. 
 
દિલને મળશે મજબૂતી  - જમીન પર બેસવાથી શરીરનુ પોશ્ચર એકદમ યોગ્ય રહે છે.  બીજી બાજુ યોગ્ય રીતે બેસવાથી શરીરમાં લોહીનો પ્રવાહ સારી રીતે કામ કરે છે.  બીજી બાજુ નાડીમાં દબાણ ઓછુ પડવાથી પાચન શક્તિ સારી રહે છે. આ ઉપરાંત પાચન ક્રિયા સારી રીતે ચલાવવામાં દિલ મહત્વની ભૂમિકા ભજવે છે. અસલમાં ભોજન યોગ્ય અને જલ્દી પચવાથી દિલને ઓછી મહેનત કરવાની જરૂર પડે છે. આવામાં દિલ સ્વસ્થ રહે છે. 
 
શરીર થશે મજબૂત - જમીન પર ભોજન કરવા માટે પદ્માસન પર બેસવુ પડે છે તેનાથી પેટ, પીઠ અને શરીરનો નીચલો ભાગ, હિપ્સમાં સતત ખેંચાવ થાય છે. જેને કારણે દુખાવો અને અન્ય પરેશાનીથી રાહત મળે છે તેનાથી શરીરને અંદરથી મજબૂતી મળવાથી સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. 
 
ઘૂંટણની થશે કસરત - જમીન પર બેસીને ભોજન કરવાથી પાચન શક્તિ તેજ થાય છે  બીજી બાજુ નીચે બેસવા માટે ઘૂટણ વાળવા પડે છે. તેનાથી ઘૂંટણની સારી કસરત થાય છે. તેની લચક કાયમ રહે છે. સાથે જ સાંધાના દુખાવામાં રાહત મળે છે અને સાંધામાં થનારી સમસ્યાઓથી બચાવ થાય છે.