મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2023 (14:29 IST)

Milk- આ કારણોથી દૂધ તમને ખૂબ બીમાર કરી શકે છે

milk
મિલ્ક પ્રોટીનના કારણે પડી શકો છો બીમાર 
એવું હંમેશા કહેવામાં આવે છે કે દૂધ પીવું સ્વાસ્થ્ય માટે સારું છે, પરંતુ વાસ્તવમાં તમારે દૂધથી થતી સમસ્યાઓ વિશે પણ જાણવું જોઈએ.
 
દૂધમાં એક પ્રોટીન હોય છે જે હેલ્થ ઈશૂઝ ક્રિએટ કરી શકે છે. આ પ્રોટીનનો ટુકડો એ 1 બીટા કેસીન પ્રોટીન છે જે નિયમિત ગાયના દૂધમાં હાજર છે.
આ પ્રોટીન શરદી, સાઇનસ સમસ્યાઓ, થાક, શરીરમાં જડતા, પ્રકાર 2 ડાયાબિટીસ, ઓટીઝમ અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. 
 
કયુ દૂધ હોય છે હેલ્દી 
આવુ દૂધ જેમાં A1 beta-casein પ્રોટીન નથી હોય છે તેને હેલ્દી ગણાય છે. એવા દૂધને A2 મિલ્ક કહેવાય છે.આ પ્રોસેસ્ડ દૂધ હોય છે જેને આજકાલ ડાઈટીશિયનસ વધારે પ્રમોટ કરે છે. 
 
જો કે, એવું વિચારવું કે આ પરિવર્તન એકદમ સાચું છે અને કોઈને નુકસાન કરતું નથી, તે સંપૂર્ણપણે સાચું ન હોઈ શકે. A2 દૂધ પર હજુ સંશોધન ચાલી રહ્યું છે અને તેથી એવું પણ બની શકે છે કે આ દૂધ કેટલાક લોકો માટે યોગ્ય ન હોય. (કાચું દૂધ પીવાથી શરીર પર આ અસર થાય છે)
 
તમારી જરૂરના હિસાબે પીવુ દૂધ 
હવે આટલુ ડેવલપમેંટ થઈ ગયુ છે કે અલગ-અલગ જરૂરિયાત પ્રમાણે અલગ-અલગ પ્રકારનું દૂધ પીવું જોઈએ. બદામમાંથી બનેલું દૂધ પણ બજારમાં ઉપલબ્ધ છે અને તેથી તમારે વિચારવું પડશે કે તમારી શું જરૂર છે?
 
જો તમને ફેટની કમી છે તો ફુલ ક્રીમ દૂધ સૌથી બેસ્ટ હશે. 
જો તમને વધુ પ્રોટીન અને ઓછી ચરબીની જરૂર હોય, તો સ્કિમ્ડ દૂધ યોગ્ય રહેશે.
જો તમને દૂધમાં કોઈ સમસ્યા નથી, પરંતુ પોષણની પ્રોફાઇલ યોગ્ય રીતે જોઈએ છે, તો ડબલ ટોન યોગ્ય રહેશે.
જો તમને દૂધમાંથી વધુ એનર્જી અને ઓછી ચરબી જોઈતી હોય તો ટોન્ડ મિલ્ક યોગ્ય રહેશે.
જો તમને કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનની સમાન માત્રામાં જરૂર હોય તો બકરીનું દૂધ પીવો.
જો તમને દૂધની એલર્જી હોય અથવા દૂધ પચતું ન હોય તો બદામનું દૂધ લઈ શકાય.
જો તમને દૂધના પ્રોટીનની સમસ્યા હોય તો A2 દૂધ લઈ શકાય.