1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 20 જાન્યુઆરી 2023 (16:39 IST)

પ્રેશર કૂકર કે કઢાઈ, શાનો ઉપયોગ વધુ ફાયદાકારક છે; નિષ્ણાતોના અભિપ્રાય જાણો

ભોજન રાંધવા માટે હમેશા મહિલાઓ પ્રેશર કૂકરનો ઉપયોગ કરે છે. તેમાં ભોજન જલ્દી રાંધી જાય છે. જેનાથી મહિલાઓનો ખૂબ સમય બચી જાય છે. ત્યાં જ કઢાઈમાં ભોજન રાંધવામાં ખૂબ સમય લાગી જાય છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે જે પ્રેશર કૂકરમાં તમે ભોજન રાંધો છો તેનો અસર આરોગ્ય પર પણ પડે છે. આજે અમે તમને જણાવીશ કે પ્રેશર કૂકરમાં રાંધવું યોગ્ય છે કે કઢાઈ માં. આવો તમણે જણાવીએ કે રાંધવા માટે પ્રેશર કૂકરનો ઉપયોગ કરવું જોઈએ કે નથી

આ રીતે કામ કરે છે પ્રેશર કૂકર 
પ્રેશર કૂકરથી વરાણ બહાર નહી નિકળી શકે છે અને વધારે તાપના કારણે પાણીના કવથ્નાંક વધવાથી કૂકરની અંદરનો દબાણ પણ વધી જાય છે. આ વરાળ ખાદ્ય પદાર્થ પર દબાણ નાખી તેને જલ્દી રાંધી નાખે છે. આ જ કારણે પ્રેશર કૂકરમાં ભોજન જલ્દી રાંધી જાય છે. 
 
શું પ્રેશર કૂકરમાં બનેલું ભોજન આરોગ્યકારી છે? 
પ્રેશર કૂકરમાં ભોજન બનાવવા માટે ગૈસ ઓછું વપરાય પણ આ સમયે કૂકરની  અંદર વધારે ગર્મી હોવાથી ભોજન ઓછું હેલ્દી બને છે. તે સિવાય પ્રેશર કૂકરમાં ખાદ્ય પદાર્થની અંદર રહેલ બધા પોષક તત્વ પણ નષ્ટ થઈ જાય છે. આ જ કારણે પ્રેહ્સર કૂકર કરતાં કઢાઈમાં બલેબું ભોજન વધારે આરોગ્યકારી અને સ્વાદિષ્ટ હોય છે. 
 
કેવી કઢાઈ વાપરવી? 
સામાન્ય રીતે તમને બજારમાં બે પ્રકારના વાસણો મળશે, એક એલ્યુમિનિયમ અને બીજું લોખંડ. નિષ્ણાતો કહે છે કે આપણે લોખંડની તપેલીનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં રાંધવાથી શરીરને ભરપૂર માત્રામાં આયર્ન મળે છે જે આયર્નની ઉણપને પૂર્ણ કરે છે.