બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 28 જાન્યુઆરી 2021 (19:47 IST)

પ્રોટીન કે વિટામિન ? ઈમ્યુનિટી વધારવા માટે શુ ખાવુ છે વધુ જરૂરી

કોરોના મહામારી દરમિયાન લોકો વચ્ચે ઈમ્યુનિટી વધારવા પ્રત્યે જાગૃતતા વધી. આવામાં શરીરને મજબૂત બનાવવા માટે પ્રોટીન અને વિટામિનના સેવનની વાત કરવામાં આવે છે. બીજી બાજુ અનેક લોકોમાં આ વાતની દુવિદ્યા પણ રહે છે કે શરીર માટે પ્રોટીન કે વિટામિનમાંથી કયુ પોષક તત્વ વધુ જરૂરી છે. આવો જાણીએ પ્રોટીન અને વિટામિનના ફાયદા 
 
પ્રોટીન 
પ્રોટીન, જેવુ કે બતાવ્યુ છે કે મૈક્રોન્યુટ્રિએંટ્સના હેઠળ આવે છે, કારણ કે તમારા શરીરને વ્યવસ્થિત કામ કરવા માટે મોટા પ્રમાણમાં તેની જરૂર હોય છે.  આ અમારા શરીરનુ નિર્માણ કરવામાં મદદ કરે છે. દ્રવ સંતુલન કાયમ રાખવામાં મદદ કરે છે અને તમારી પ્રતિરક્ષા પ્રણાલીને સારુ રાખે છે. આ કોશિકાઓ, પેશીઓ, એંટીબોડી, હાર્મોન અને એંજાઈમોના વિકાસ, સંરચના અને કાર્યમાં પણ સહાયતા કરે છે. સામાન્ય રીતે શરીર પ્રત્યે વજન માટે 14  ગ્રામ પ્રોટીન લેવુ જોઈએ. પ્રોટીનના સૌથી સારા સ્ત્રોતોમાંથી કેટલાક ડેરી ઉત્પાદ, માંસ, માછલી, નટ, બીજ અને કઠોળ છે. 
 
વિટામિન 
 
આપણા શરીરના યોગ્ય વિકાસ માટે અને સમગ્ર સ્વાસ્થ્યને કાયમ રાખવા માટે ઓછી માત્રામાં વિટામિનની જરૂર હોય છે. કુલ 13 વિટામિન છે તમારા શરીરે તેને કેવી રીતે અવશોષિત કર્યા, તેના આધાર પર તેને બે શ્રેણીયોમાં વિભાજીત કરવામાં આવ્યુ છે. પાણીમાં દ્રાવ્ય વિટામિન સી અને બી વિટામિન નિયાસિન, થાયમિન, રાઈબોફ્લેવિન, વિટામિન બી-6, વિટામિન બી-12, ફોલેટ, બાયોટિન અને પૈટોથેનિક એસિડ છે. આ વિટામિન પાણીથી અવશોષિત થઈ જાય છે અને સીધા રક્ત પ્રવાહમાં પ્રવેશ કરે છે. પછી વસામાં દ્રાવ્ય વિટામિન થાય છે.  વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિનના વસામાં દ્રાવ્ય હોય છે, જેણે વ્યવસ્થિત અવશોષિત કરવા માટે તેને આહાર વસાની જરૂર હોય છે.  રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રો મુજબ એક વ્યના મુજબ દોઢ થી અઢી કપ ફળ અને અઢીથી ચાર કપ શાકભાજીઓનુ સેવન કરવુ જોઈએ. 
 
શરીર માટે બંને વસ્તુઓ જરૂરી 
 
તમે બંને તત્વોના ફાયદા જાણી લીધા હશે. આવામાં સમજી શકાય છે કે શરીર માટે બંને પોષક તત્વો  જરૂરી છે. આવી સ્થિતિમાં, તમારા શરીરની જરૂરિયાતો અનુસાર તમારે તમારા આહારમાં વિટામિન અને પ્રોટીન શામેલ કરવું જોઈએ. એક શોધ મુજબ બોડી બિલ્ડિંગ, શારીરિક અને માનસિક કાર્ય કરતા લોકોએ પ્રોટીનનું સેવન કરવું જોઈએ જ્યારે કે રોગો સામે લડવા માટે શરીરને વિવિધ વિટામિનની જરૂર હોય છે