શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 31 ઑગસ્ટ 2017 (10:52 IST)

HEALTH ViDEO - આરોગ્ય માટે શુ છે યોગ્ય, રોટલી કે ભાત ?જુઓ વીડિયો

રોટલી અને ભાતમાંથી શુ શ્રેષ્ઠ છે. આ વિવાદ ઘણા સમય પહેલાથી ચાલતો આવી રહ્યો છે. જેટલા લોકો એટલી વાતો. કોઈ રોટલીને શ્રેષ્ઠ ગણાવે છે તો કોઈ ભાતને. બંને માં પોત પોતાના આગવા ગુણ હોય છે. આવો આજે અમે તમને જણાવીએ છીએ કે રોટલી અને ભાતમાં શુ આરોગ્ય માટે વધુ ફાયદાકારી છે. 
 
કાર્બોહાઈડ્રેટ -  ભાતમાં કાર્બોહાઈડ્રેટ ઓછુ હોય છે જ્યારે કે રોટલીમાં સંયુક્ત કાર્બોહાઈડ્રેટ હોય છે. જો તમે ભાત ખાવ છો તો તેમા રોટલીની તુલનામાં કાર્બોહાઈડ્રેટને બ્રેક કરવા માટે ઓછી ઉર્જાનો ઉપયોગ થાય છે.  જેમનુ પેટ ખરાબ રહે છે અને પાચનક્રિયામાં સમસ્યા રહે છે તેમણે માટે ભાત વધુ ફાયદાકારી છે.  
 
ફાઈબર - રોટલીમાં ભાતની તુલનામાં વધુ ફાઈબર હોય છે. રોટલીમાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધુ હોય છે. તેથી તેમા ફાઈબર પણ વધુ જોવા મળે છે. સાથે જ તે પાચનક્રિયાને પણ મજબૂત બનાવે છે. બીજી બાજુ ભાતમાં રોટલી કરતા ઓછા ફાયબર હોય છે.  
 
જાડાપણું - જાડાપણુ ઓછુ કરવા માટે રોટલી સારી રહે છે. ભાતમાં વધુ ચરબી હોય છે જ્યારે કે રોટલીમાં ચરબી બિલકુલ નથી હોતી. જો તમે ડાયેટિંગ કરી રહ્યા હોય તો ભાતથી દૂર રહો. જે લોકોને થાઈરોઈડ કે જાડાપણાની સમસ્યા હોય છે તેમણે ભાત ન ખાવવાની સલાહ આપવામાં આવે છે.  
 
આળસ - અનેકવાર લોકો કહે છે કે બપોરે ભાત ખાવાથી ઊંઘ આવે છે.  ઉલ્લેખનીય છે કે ભાત ખાવાથી બ્લડ શુગરની માત્રા વધી જાય છે અને આળસ આવવા લાગે છે. જો તમે ભાતની જગ્યાએ રોટલી ખાવ છો તો તમને આળસ નહી આવે અને તમે એનર્જી સહિત કામ કરી શકશો.  
 
ભાત બનાવવાની રીત - ભાત બનાવવાની રીત પર પણ નિર્ભર કરે છે કે ભાત ફાયદાકારી છે કે રોટલી.  જો તમે ચોખા કુકરમાં બનાવો છો તો તે તમારી તંદુરસ્તી માટે યોગ્ય નથી. કારણ કે આ રીતે તેનો સ્ટાર્ચ અંદર જ રહી જાય છે. તેથી ચોખા હંમેશા ખુલ્લા વાસણમાં બનાવો અને એકસ્ટ્રા પાણીને બહાર કાઢી નાખો.