ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 20 જૂન 2020 (10:47 IST)

Summer Season: પીવો માટલાનુ કુલ કુલ પાણી, આ ફાયદા થશે

માટલાનુ પાણી  (Pot water)ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, તે સ્વાસ્થ્ય(Health)ની દ્રષ્ટિએ પણ ખૂબ સારું માનવામાં આવે છે
 
ગરમીની સીઝન (Summer Season)અને તેમા લૂ ના ગરમ લપેટા, આવામાં મન કરે છે કે કંઈક ઠંડુ પીવુ જોઈએ. જો કે ફ્રિજ કે ઠંડુ પાણી દરેકને સૂટ નથી કરતુ.  ખાસ કરીને જેમનુ ગળુ ખરાબ રહે છે તેમને માટે આ લાભકારી નથી. . પરંતુ આ ગરમ ઋતુમાં ઠંડુ પાણી પીધા વગર રહેવાતુ પણ નથી. આવામાં માટલાનુ પાણી તેનો સારો વિકલ્પ હોઈ શકે છે. આ આરોગ્ય માટે પણ લાભકારી છે અને માટીની ભીની ભીની સુગંધથી ભરપૂર પાણીનો સવાદ પણ સારો લાગે છે. માટલાનુ પાણી ગરમીથી રાહતનો એહસાસ કરાવે છે. તેના અનેક ફાયદા છે. 
 
માટલાનું પાણી ઠંડકની સાથે  પણ પાચનમાં સુધારો કરે છે. જેમને કબજિયાત અથવા પાચનની સમસ્યા હોય છે તેમના માટે તે વધુ સારું છે. સાથે જ તેનું પાણી પીવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ પણ વધે છે.
 
માટલાના પાણીમાં માટીના ગુણ હોય છે. તેઓ પાણીની અશુદ્ધિઓને દૂર કરે છે અને શરીરને તેમાંથી ખનિજો મળે છે. આવી સ્થિતિમાં માટલાનુ પાણી શરીરને ઝેરી પદાર્થોથી મુક્ત બનાવે છે અને ઈમ્યુન સિસ્ટમને સુધારવામાં મદદ કરે છે.
 
ઘણીવાર ફ્રિજનું ઠંડુ પાણી ગળા માટે નુકસાનકારક રહે છે. જેમનુ  ગળા ખરાબ થવાની સમસ્યા હોય છે તેમના સ્વાસ્થ્ય માટે ફ્રિજનુ પાણી સારુ રહેતુ નથી.  તેને પીવાથી ગળુ ખરાબ થઈ શકે છે. પરંતુ માટલાનુ  પાણી પીવાથી ગળુ ખરાબ થતુ નથી
 
ફ્રીજનુ પાણી તમારા ગળાના દુખાવાને વધુ  નુકસાન પહોંચાડે છે. પણ માટલાનુ પાણી પીવાથી શરદી, ખાંસીજેવી સમસ્યા થતી નથી.