શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 31 માર્ચ 2022 (12:37 IST)

Typhoid Home Remedies- ટાઈફાઈડ માટે ઘરેલૂ ઉપાય

ઉનાળો શરૂ થતાં જ પાણીજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું છે. તે સ્વચ્છતાનો અભાવ અને દૂષિત ચીજો ખાવાથી થાય છે. કોઈ પણ ઋતુ હોય, પાણી ઉકાળીને પીવું વધુ ફાયદાકારક હોય છે. પાણી પીવાથી ડીહાઇડ્રેશનથી બચી શકાય છે. આદુ અને તુલસીની ચા ટાઇફૉઇડમાં રાહત મેળવવા માટે ફાયદારૂપ છે. 
 
- થોડું આદુ, તુલસીનાં પાંદડાં, ધાણાભાજી અને મરીને સારી રીતે પાણીમાં ઉકાળી લો અને તેમાં ખાંડ નાખીને તે પીવો.
 
- દરરોજ કાચી ડુંગળીના સેવનથી ટાઈફાઈડના કિટાણું મરી જાય છે અને આનું સેવન ક્ષય જેવા ભયંકર રોગમાં પણ ઘણું લાભકારી છે.
 
- ટાઈફાઈડથી રાહત મેળવવા - એક ગ્લાસ પાણીમાં ચાર પાંચ લવિંગ નાખીને ઉકાળી લો. આ પાણી ઠંડુ થાય પછી દિવસમાં ત્રણ ચાર વાર તેનુ સેવન કરો. ફાયદો થશે.