શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ/ હેલ્થ ટિપ્સ ગુજરાતી
Written By
Last Modified: શનિવાર, 23 નવેમ્બર 2024 (16:18 IST)

ડિનર પછી શરૂ કરી દો વોક, થોડાક જ દિવસમાં તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, એસીડીટી અને કબજિયાત થશે દૂર

walking
અનેકવાર લોકો ભોજન પછી તરત જ સૂઈ જવુ કે બેસવુ પસંદ કરે છે. આવી જ અનેક બેદરકારીઓને કારણે નવી-નવી બીમારીઓ ઉભી થઈ રહી છે.  ઉલ્લેખનીય છે કે ભોજન પછી તરત જ સૂઈ જવાથી કે એક જ સ્થાન પર લાંબા સમય સુધી બેસી રહેવુ એ બીમારીઓને આમંત્રણ આપે છે.  
 
જે લોકો રાત્રે જમીને તરત જ પથારીમાં સૂવા જાય છે તેમનુ વજન વધતુ જ રહે છે. જેને કારણે હેવીનેસ કે બ્લોટિંગ જેવી સમસ્યા શરીરને ઘેરવા માંડે છે. વ્યક્તિની લાઈફસ્ટાઈલમાં નાના-નાના ફેરફાર પણ તેની હેલ્થને મોટા ફાયદા અપાવી શકે છે.  
 
ડોક્ટર મુજબ ડિનર પછી વોક કરવાની આદત ને તમારી રૂટીનમાં જરૂર સામેલ કરો. ભલે થોડા જ ડગલા કેમ ન હોય પણ જમ્યા પછી વોક કરવાથી વજન મેંટેન રહે છે અને અનેક ગંભીર બીમારીઓને દૂર કરી શકાય છે. 
 
પાચન તંત્ર બનાવે સારુ 
રાતના સમયે જમ્યા પછી વોક કરવાની ટેવ ડાયજેશનમાં તેજી લાવે છે અને તેનાથી તમારુ પાચન તંત્ર એક્ટિવ રહે છે. બીજી બાજુ ભોજનને નાના આંતરડામાં સારી રીતે પહોચવામાં મદદ કરે છે.  ડિનર પછી નિયમિત રૂપથી વોકિંગ કરવાથી કબજિયાતની સમસ્યા થતી નથી.  આ આંતરડાની એક્ટિવિટીને વધારે છે અને મળ ત્યાગને સરળ બનાવવામાં મદદ કરે છે.  સાથે જમ્યા પછી વોક કરવાથી પેટમાં બનનારુ એસિડનુ પ્રોડક્શન પણ ઓછુ થાય છે.  જેનાથી છાતીમાં બળતરા, પેટ ફુલવુ અને એસીડિટીની સમસ્યા ઓછી થાય છે. 
 
 
ઉંઘ સારી થશે 
આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલને કારણે લોકો અનેક કલાક સુધી પથારીમાં પડ્યા રહે છે. જોકે ત્યારે પણ તેમને શાંતિથી ઉંઘ નહોતી આવતી. જો તમારુ પાચન સારુ હોય તો તમને ગભરામણ અને બેચીની થતી નથી આવામાં રાતની વોક સારી ઉંઘ આપવામાં મદદ કરી શકે છે. ડિનર પછી વોક કરવાથી તમે ફિઝિકલી ફિટ રહો છો અને તમારી મેંટલ હેલ્થ પણ સારુ થાય છે.  આ આદતને અપનાવવાથી તમે નોટિસ કરશો કે પથારીમાં પડતા જ તમને ઉંઘ આવશે. 
 
વેટ લોસમાં લાભકારી 
તમે સાંભળ્યુ હશે કે વોક કરવાથી કેલોરી બર્ન થાય છે અને વેટ લૉસ કરવામાં ખૂબ મદદ મળી શકે છે. જી હ આ વાતમાં દમ છે અને તેથી રાત્રે ડિનર પછી વોક કરવુ એક સારુ ઓપ્શન છે. જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે.  વજન ઘટાડવાની સાથે સાથે નિયમિત રૂપથી વોક કરવાથી શરીરનુ મેટાબોલિજ્મ પણ બૂસ્ટ થાય છે. જેનાથી તમારી બોડી વધુ કેલોરી બર્ન કરશે. 
 
 
હાર્ટ રહેશે હેલ્ધી 
વોક કરવાથી હાર્ટ સાથે જોડાયેલ અનેક બીમારીઓનુ જોખમ ઓછુ કરી શકાય છે.  આ હાઈ બ્લડ પ્રેશર લેવલને ઘટાડવામાં મદદ કરે છે અને બેડ કોલેસ્ટ્રોલનુ સ્તર પણ કંટ્રોલમાં રાખે છે. ચાલવાથી દિલને મજબૂતી મળે છે. તેથી રાત્રે જમ્યા પછી વોકિંગને તમારા રૂટીનમાં સામેલ કરો.
 
કેટલી વાર સુધી ચાલવુ 
લગભગ 10 મિનિટ સુધી સીડીઓ ચાલવાથી તમને પેટ ખરાબ થવા જેવી સમસ્યાઓથી બચાવે છે અને અન્ય ઘણા ફાયદા પણ થાય છે. દરરોજ 10-મિનિટ ચાલીને, તમે સરળતાથી 30 મિનિટની ફીઝિકલ એક્ટિવીટી પ્રવૃત્તિ એકત્ર  કરી શકો છો. પરંતુ રાત્રે જમ્યા પછી 30 મિનિટ ચાલવાનું શરૂ કરો અને ખૂબ ઝડપી કે ધીમી ગતિએ નહીં પરંતુ 20 મિનિટથી અડધા કલાક સુધી સામાન્ય વોક સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.