રવિવાર, 8 સપ્ટેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (20:00 IST)

Heart Health: વધુ ઘી-તેલ ક્યાક બગાડી ન દે દિલનો ખેલ, જાણો વધુ ઘી ખાવુ કેમ છે ખતરનાક

ghee or oil for hearth
ghee or oil for hearth
- ડાયેટમાં રોજ 300 મિલીગ્રામથી વધુ કોલેસ્ટ્રોલવાળા ફુડનુ સેવન ન કરવુ 
- ટ્રાંસ ફેટ્સ સ્વાસ્થ્ય માટે સૌથી વધુ નુકશાનદાયક
- જમા થયેલુ કોલેસ્ટ્રોલ આર્ટરીઝને બ્લોક કરી નાખે છે જેનાથી હાર્ટ અટેક કે સ્ટ્રોકનો ખતરો વધે 
 
Oil For Heart: દિલ માટે તેલ ખૂબ જ ખતરનાક છે. વધુ ઓઈલ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે. આ જ કારણ છે કે આજકાલ ડોક્ટર્સ ઓછુ ફેટ ખાવાની સલાહ આપે છે. ખાવામાં સામેલ રિફાઈંડ કાર્બોહાઈડ્રેટ હાર્ટ માટે ખતરનાક છે. જ્યારે કે ખાવાથી મળનારા કોલેસ્ટ્રોલ એટલેકે ડાયેટરી કોલેસ્ટ્રોલ દિલ માટે એટલુ હાનિકારક નથી. 
પહેલા એવુ કહેવામાં આવતુ હતુ કે એક વ્યક્તિને ડાયેટમાં રોજ 300 મિલીગ્રામથી વધુ કોલેસ્ટ્રોલવાળા ફુડનુ સેવન ન કરવુ જોઈએ.  તેનાથી દિલની બીમારીઓનો ખતરો વધે છે. પણ હવે નવા રિસર્ચમાં સામે આવ્યુ છે કે ડાયેટરી કોલેસ્ટ્રોલ એટલુ ખતરનાક નથી. 
 
કેવી રીતે વધે છે કોલેસ્ટ્રોલ 
 
1. કોલેસ્ટ્રોલ હાર્ટની બીમારીઓનુ મોટુ કારણ છે, પણ તમે ડાયેટ દ્વારા જે કોલેસ્ટ્રોલ લઈ રહ્યા છો એ એટલુ ખતરનાક નથી જેટલુ ઓઈલ ખતરનાક છે. 
2. ટ્રાંસ ફેટ્સ સ્વાસ્થ્ય માટે સૌથી વધુ નુકશાનદાયક છે. જ્યારે તમે તેલને વારેઘડીએ કે પછી ફાસ્ટ ગેસ પર ગરમ કરો છો તો ટ્રાંસ ફેટ્સ બને છે. તેનાથી કોલેસ્ટ્રોલ વધે છે. 
 
3. સૈચુરેટેડ ફેટ્સ જેવા કે ઘી, માખણ, ચીઝ, રેડ મીટ વગેરેમાંથી કોલેસ્ટ્રોલ મળે છે. તેનાથી દિલની બીમારીઓનુ સીધુ કનેક્શન નથી. 
4. દિલ માટે રિફાઈંડ કાર્બોહાઈડ્રેટ જેવી સફેદ ખાંડ, સફેદ ચોખા અને મેદો પણ ફેટ કરતા અનેકગણુ વધુ નુકશાન પહોચાડે છે. 
 
કોલેસ્ટ્રોલ શુ છે અને તેનાથી શુ નુકશાન થાય છે ? 
 
કોલેસ્ટ્રોલ વૈક્સ જેવી ચિકણી વસ્તુ હોય છે. જે શરીરની અંદર રહેલ કોશિકાઓમાં જોવા મળે છે. આ ચિકાશ નર્વસ સિસ્ટમથી લઈને પાચનમાં મદદ કરે છે. પણ જો આ ચિકાશ આર્ટરીઝમાં વધી જાય અને જમા થવા માંડે તો દિલ માટે ઘાતક સાબિત થાય છે. 
 
જમા થયેલુ કોલેસ્ટ્રોલ આર્ટરીઝને બ્લોક કરી નાખે છે જેનાથી હાર્ટ અટેક કે સ્ટ્રોકનો ખતરો વધે છે. જો આર્ટરીઝમાં સોજો છે કે કોઈ અન્ય કારણ છે તો તે બ્લોક થવા માંડે છે. 
 
 શુ ખોરાક સાથે જોડાયેલ કોલેસ્ટ્રોલ ખતરનાક છે 
 
ખાવાની વસ્તુઓથી બ્લડ કોલેસ્ટ્રોલ અર વધુ અસર પડતી નથી. શરીરમાં 85 થી 88 ટકા બ્લડ કોલેસ્ટ્રોલ લિવર બનાવે છે અને ફક્ત 12 થી 15 ટકા કોલેસ્ટ્રોલ ખોરાકમાંથી મળે છે. જો તમારુ કોલેસ્ટ્રોલ વધે છે તો તમને ખાવામાં પણ કોલેસ્ટ્રોલની માત્રા પર કંટ્રોલ કરવો જરૂરી છે. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે ટ્રાંસ ફૈટ અને રિફાઈંડ કાર્બોહાઈડ્રેટ્સ ઓછા ખાવ
 
હાર્ટના દર્દીએ શું ન ખાવું જોઈએ ?
 
હાર્ટ એટેકના દર્દીઓએ તેમના આહારમાં મીઠું, ખાંડ, ચરબી અને કેફીન જેવી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ કારણ કે આ બધું બ્લડ પ્રેશર વધારે છે અને હૃદય પર દબાણ બનાવે છે. તેથી હાર્ટ એટેક આવ્યા બાદ આહાર પર વિશેષ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ હાર્ટના દર્દીઓએ શું ન ખાવું જોઈએ...
 
હાર્ટ એટેકના દર્દીઓએ તેમના ભોજનમાં મીઠાની માત્રા ઓછી કરવી જોઈએ. વધુ પડતું મીઠું બ્લડ પ્રેશર વધારે છે, જે હૃદય પર દબાણ બનાવે છે. મીઠું લોહીમાં સોડિયમનું પ્રમાણ વધારે છે જેના કારણે હૃદયને પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. તેથી હાર્ટ એટેકના દર્દીઓએ તેમના ભોજનમાં મીઠું ઓછું વાપરવું જોઈએ જેથી કરીને રોગને નિયંત્રણમાં રાખી શકાય.
 
હાર્ટ એટેકના દર્દીઓએ ખાંડને સંપૂર્ણપણે ટાળવી જોઈએ. ખાંડમાં રહેલું ગ્લુકોઝ લોહીમાં સુગરનું પ્રમાણ વધારે છે. હાઈ બ્લડ શુગર હૃદય રોગનું જોખમ વધારે છે.
 
હાર્ટ એટેકના દર્દીઓએ આઈસ્ક્રીમને સંપૂર્ણપણે ટાળવો જોઈએ. આઈસ્ક્રીમમાં ખાંડ અને ચરબી ભરપૂર માત્રામાં હોય છે જે હૃદયના દર્દીઓ માટે હાનિકારક છે.
 
તળેલા ખોરાક જેવા કે પરાઠા, પુરી, સમોસા, પકોડા વગેરે ન ખાવા જોઈએ કારણ કે તળેલા ખોરાકમાં વધુ ટ્રાન્સ ફેટ હોય છે જે કોલેસ્ટ્રોલ વધારે છે. વધુ પડતી ચરબી ધમનીઓમાં ભીડનું કારણ બની શકે છે, જે હૃદય રોગનું જોખમ વધારે છે.