1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 15 જૂન 2022 (12:49 IST)

White Bread VS Brown Bread: સફેદ બ્રેડ અને બ્રાઉન બ્રેડમાં કંઈ છે વધુ હેલ્ધી ? જાણો બ્રેડના ફાયદા અને નુકશાન

bread
- રોજ બે સ્લાઈસથી વધુ વાઈટ બ્રેડ ખાવાથી ઝાડાપણુ વધવાની આશંકા 40% સુધી વધી જાય છે. 
- વ્હાઈટ બ્રેડને ખાધા પછી બ્લડ શુગર લેવલ અને ઈંસુલિન ઝડપથી વધે છે. બ્રાઉન બ્રેડમાં સફેદ બ્રેડની તુલનામાં વધુ પોષક તત્વ હોય છે.  
 
આપણે  સ્વાસ્થ્યને થોડા લઈને સચેત થઈ રહ્યા છે. હવે આપણે ફક્ત લુક જોઈને જ ભોજનની પસંદગી નથી કરી લેતા. પરંતુ ખાતા પહેલા વિચારીએ છીએ કે શુ આપણા સ્વાસ્થ્ય માટે તે હાનિકારક છે કે લાભકારક. આજકાલ લોકો વ્હાઈટ બ્રેડને રિજેક્ટ કરીને બ્રાઉન બ્રેડની પસંદગી કરી રહ્યા છે. છેવટે શુ છે વ્હાઈટ બ્રેડમાં એવુ કે લોકો તેને ન ખાઈને બ્રાઉન બ્રેડની પસંદગી કરી રહ્યા છે  ?  આર્યુવેદ વિશેષજ્ઞો મુજબ વ્હાઈટ બ્રેડમાં ઘાતક રીજેંટ પોટેશિયમ બ્રોમેટ અને પોટેશિયમ્ આયોડાઈડ નાખવામાં આવે છે જે નુકશાનદાયક હોય છે. 
 
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE)ના તાજેતરના અભ્યાસ મુજબ, તમામ પ્રકારની બ્રેડ (સફેદ, બ્રાઉન, મલ્ટીગ્રેન, આખા ઘઉં, રખડુ, બન અને પિઝા બેઝ)માં કાર્સિનોજેન્સ, રસાયણો હોય છે જે કેન્સર અને થાઈરોઈડના રોગોનું કારણ બને છે. પોટેશિયમ બ્રોમેટ અને પોટેશિયમ આયોડેટ અમે વેચીએ છીએ તે તમામ બ્રેડના 84% નમૂનાઓમાં જોવા મળે છે. આ ઓક્સિડાઇઝિંગ એજન્ટો ઘણા દેશોમાં પ્રતિબંધિત છે. તેનો ઉપયોગ બ્રેડને ફ્લુફ કરવા, નરમ કરવા અને સુંદર પૂર્ણાહુતિ આપવા માટે થાય છે.
 
સફેદ બ્રેડ ને બનાવતી વખતે ઘઉમાંથી થુલુ અને બીજને હટાવી દેવામાં આવે છે અને પોટેશિયમ, બ્રોમેટ, બૈજોલ પેરાઓક્સાઈડ અને ક્લોરી નડાઈ ઓક્સાઈડની સાથે બ્લીચ મિક્સ કરી દેવામાં આવે છે. જેનુ વધુ માત્રામાં સેવન કરવા પર સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. બીજી બાજુ બ્રાઉન બ્રેડ બનાવતી વખતે ઘઉંમાંથી થુલુ હટાવાતુ નથી. જેને કારણે બ્રાઉન બ્રેડમા& પોષક તત્વો બચ્યા રહે છે. 
 
વાઈડ બ્રેડ vs બ્રાઉન બ્રેડ 
 
- રોજ બે સ્લાઈસથી વધુ વ્હાઈટ બ્રેડ ખાનારાઓનુ વજન વધવાની આશંકા 40% વધી જાય છે. જ્યારે કે અમેરિકન જનરલ ઓફ ક્લીનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત એક શોધ મુજબ વાઈટ બ્રેડ વધુ ખાવાથી ટાઈપ-2 ડાયાબિટીજનો ખતરો વધી જાય છે.  બ્રેડની શરીર પર અસર એ વાત પર નિર્ભર કરે છે કે આપણે કંઈ બ્રેડ અને કેટલી બ્રેડ આરોગીએ છીએ. 
- વ્હાઈટ બ્રેડમાં પોષણ હોતુ નથી પણ અન્ય ખાદ્ય પદાર્થોમાંથી પણ પોષણનુ અવશોષણ ઓછુ કરી નાખે છે. તેમા કેટલાક એંટી ન્યૂટ્રિએંટ્સ પણ હો છે જે કેલ્શિયમ, આયરન અને જિંકનુ અવશોષણ રોકે છે. ડોક્ટર્સ કહે છે કે કોઈપણ વ્યક્તિ જે વજન ઘટાડવા માંગતી હોય તે પોતાના ડાયેટમાંથી બ્રેડ હટાવી દેવી જોઈએ.
- વ્હાઈટ બ્રેડ ખાધા પછી બ્લડ શુગર લેવલ અને ઈંસુલિન ઝડપથી વધે છે. સાથે જ આ ઝડપથી નીચે પણ જાય છે. બ્લડ શુગર લેવલ ઝડપથી ઓછુ થવાને કારણે આપણને ફરીથી ભૂખ લાગે છે અને આપણે વધુ ખાઈએ છીએ. વારેઘડીએ ભોજન લેવાને કારણે આપણુ વજન વધતુ જાય છે. 
- બ્રાઉન બેડમાં સફેદ બ્રેડની તુલનામાં વધુ પોષક તત્વો હોય છે. બ્રાઉન બ્રેડમાં વિટામિન બી-6, ઈ, મેગ્નેશિયમ, ફોલિક એસિડ, જિંક, કોપર અને મૈગનીઝ જેવા પોષક તત્વો પણ હોય છે.  તો બીજી બાજુ સફેદ બ્રેડમાં ઓછી માત્રામાં ફાઈબર હોય છે. પણ બ્રાઉન બ્રેડની તુલનામાં વધુ કેલ્શિયમ હોય છે.  
- સફેદ બ્રેડમાં એડિટિવ શુગર હોય છે. જેને કારને તેમા બ્રાઉન બ્રેડની તુલનામાં વધુ કેલોરી હોય છે. 
- બ્રાઉન બ્રેડમાં સફેદ કરતાં ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે, જેના કારણે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ શરીરમાં શુગર લેવલને ઓછું રાખે છે. જે ડાયાબિટીસ અને હૃદય સંબંધિત અન્ય બીમારીઓનું જોખમ ઘટાડે છે
 
જો કે કોઈપણ પ્રકારની બ્રેડનું સેવન સ્વાસ્થ્યની દૃષ્ટિએ ફાયદાકારક નથી, પરંતુ જો સફેદ બ્રેડ અને બ્રાઉન બ્રેડની સરખામણી કરવામાં આવે તો બ્રાઉન બ્રેડ થોડી વધુ હેલ્ધી છે.