સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 23 મે 2021 (18:47 IST)

White ફંગસ શું છે? Black ફંગસથી પણ ખતરનાક છે? જાણો આ પોસ્ટમાં

કોરોના વાયરસનો ત્રાસ હવે ધીમે-ધીમે ઓછુ થઈ રહ્યો છે પણ કોવિડ દર્દીમાં કોરોનાથી સાજા થયા પછી અને વધુ કેયર કરવા ફરજિયાત થઈ ગયો છે. કોવિડ પછી થતી નવા રોગ સામે આવી રહ્યા છે.સાથે કોરોના વાયરસનો ખતરો ડાયબિટીજ અને હાર્ટના દર્દીઓ માટે જીવન ઘાતક રોગથી ઓછી નથી. આ દિવસો પોસ્ટ કોવિડ દર્દીઓમાં અત્યારે સુંધી બ્લેક ફંગસ રોગના દર્દી તીવ્રતાથી સામે આવી રહ્યા છે. આ રોગની સારવાર લોકો સુધી પહોચી પણ હતી અને હવે બીજા રોગ વ્હાઈટ ફંગસ કોરોના અને બીજા દર્દીઓમાં જોવાઈ રહી છે આવો જાણીએ શું છે વ્હાઈટ ફંગસ અને કેવી રીતે બ્લેક ફંગસથી જુદો છે.

વ્હાઈટ ફંગસ શું છે? 
વ્હાઈટ ફંગસને કેંડિડા પણ કહીએ છે. આ લોહીથી શરીરમાં પહોંચીને બીજા ભાગોને પ્રભાવિત કરે છે. વ્હાઈટ ફંગસથી નખ, પેટ, કિડની, પ્રાઈવેટ પાર્ટ, મોઢાની સાથે ફેફંસાને પણ સંક્રમણનો ખતરો થાય છે. આ રોગ નૉન કોવિડ દર્દીઓમાં પણ જોવાઈ રહી છે. 
વ્હાઈટ ફંગસના લક્ષણ 
વ્હાઈટ ફંગસના કેટલાક લક્ષણ કોવિડથી મેળ થતા છે. જેમકે શ્વાસ ભરાવવી, છાતીમાં દુખાવો, હળવુ શરદી, ખાંસી તે સિવાય કેટલાક બીજા લક્ષણ આ રીતે છે. 
-સાંધામાં દુખાવો
- બ્રેન પર અસર થવું જેનાથી વિચારવાની ક્ષમતા પ્રભાવિત હોય છે. 
- ઉલ્ટીઓ થવી, બોલવામાં હળવી હકલાવવું 
આ ભૂલ ન કરવી 
 વ્હાઈટ ફંગસ પણ કોરોનાની રીતે ફેફંસા પર આક્રમણ કરે છે.  શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો થવુ લક્ષણ જોવાતા તરત ડાક્ટરથી સંપર્ક કરવું. ડાક્ટરની સલાહ વગર કોરોનાની સારવાર શરૂ ન કરવી. 
વ્હાઈટ ફંગસથી તેણે વધારે ખતરો 
- ઈમ્યુનિટી નબળી થવી 
-ડાયબિટીજ દર્દી 
- કોરોના દર્દી 
- કોરોના દર્દી વધારે સમય સુધી હોસ્પીટલમાં દાખલ રહેવું 
- એવા દર્દી જેને ઑક્સીજન લગી હોય. 
- કેંસર દર્દી, એચઆઈવી કુપોષિત બાળક 
વ્હાઈટ ફંગસથી કેવી રીતે બચવું 
- ઑક્સીજન સપોર્ટ સાધનની સાફ સફાઈનો પૂર્ણ રૂપથી કાળજી રાખવી. 
- નાક અને મોઢામાં લગાવતા સાધન ફંગલમુક્ત હોય. 
- ડાયબિતીજ દર્દી શુગર લેવલ ચેક કરતા રહેવું. 
- તમારી આસપાસ સફાઈની પૂર્ણત કાળજી લેવી. ભેજ અને ભીની જગ્યા ન રહેવી. 
વ્હાઈટ ફંગસના ઉપચાર 
ડાક્ટર દ્વારા લેખિત તપાસ કરાવવી 
- તાજા ફળ ખાઓ 
- ડિબ્બા બંદ વસ્તુઓનો સેવન નહી કરવું. 
- ઘરમાં વધારે ભેજ નહી રહેવી 
- ઘરમાં પ્રકાશ આવવા દો. 
 
 બ્લેક ફંગસથી વધારે ખતરનાક વ્હાઈટ ફંગસ 
બ્લેક ફંગસ કોરોના દર્દી અને પોસ્ટ કોવિડ દર્દીઓમાં વધારે રહે છે. કોરોનાના સમયે દર્દીઓને આપેલ સ્ટેરિયડથી વધારે ખતરો સામે આવી રહ્યો છે. તેના લક્ષણ નાકથી કાળો પાણી આવવું, નાક બંદ થવી, નાકની આસપાસ સોજો આવવો, આંખ લાલ થવી, મોઢામાં દુખાવો. 
પણ બ્લેક ફંગસના દરમિયાન પણ તે બધી વાતોનો ધ્યાન રાખવુ છે. જેમ કે આસપાસ ભેજ નહી હોવી, ઑક્સીજન સપોર્ટના બધા સાધનમાં ભેજ ન રહેવી. સ્ટેરલાઈટ પાણીનો જ ઉપયોગ કરવું. ડાક્ટરો મુજબ 
વ્હાઈટ ફંગસ બ્લેક ફંગસથી વધારે હાનિકારક છે. તેની સારવાર સમય રહેતા શકય છે.