શુ ખરેખર Lychee ખાવાથી બાળકોના મોત થઈ રહ્યા છે ? જાણો કેમ છે લીચી ખતરનાક

lychee
Last Modified સોમવાર, 17 જૂન 2019 (14:53 IST)
એઈએસ એટલેકે એક્યુટ ઈંસેફલાઈટિસ સિંડ્રોમ એક ઝેરીલા તત્વને કારને ફેલાયો છે. જે લીચીમાં જોવા મળી રહ્યો છે. મુઝફ્ફરનગરના આસપાસના વિસ્તારમાં ઉગાવવામાં આવતી લીચીમાં કેટલાક ઝેરીલા તત્વ જોવા મળી રહ્યા છે. માર્યા ગયેલા બાળકોમાં મોટાભાગના ગરીબ પરિવારના છે. જે લીચીના બગીચાઓમાં સવારથી જ ફરે છે ને ત્યાથી લીચી ખાય છે. તેમા મોટાભાગના બાળકો કુપોષિત હોય છે જે આ બીમારીની ચપેટમાં જલ્દી આવી રહ્યા છે.

ઓછુ રહેવુ બનાવી રહ્યુ છે તેને ખતરનાક

જે બાળકો પૌષ્ટિક આહાર નથી લઈ રહ્યા કે જેમને પેટ ભરીને ખાવાનુ નથી મળી રહ્યુ તેમને માટે લીચી જ મોતનુ કારણ બની રહી છે.
આવામાં બાળકોને હાઈપોગ્લાઈસીમિયા થતો જઈ રહ્યો છે. આવુ તેથી થઈ રહ્યુ છે કારણ કે લીચીમાં નામનુ તત્વ જોવા મળી રહ્યુ છે. જે શરીરમાં શુગર લેવલ ઓછુ થતા સીધી મગજ પર અસર નાખે છે. શુગર લેવલમાં કમી ભૂખ્યા રહેવાથી કે પછી પૌષ્ટિક અહાર ન મળવાને કારણે પણ આવી શકે છે.

લીચી સાથે જોડાયેલ આ તર્ક પર વેલ્લોરના એક રિસર્ચ ડોક્ટર ટી જૈકબનુ પણ માનવુ છે કે લીચીમાં રહેલા ઝેરીલા તત્વોને કારણે બાળકોનુ મોત થઈ રહ્યુ છે.
તેમણે આ સ્ટડી બિહાર સરકાર સાથે મળીને કરી છે. તેમની રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે - 2013માં કરવામાં આવેલ સીડીએસ 0 રિસર્ચ મુજબ લીચીના બીજમાં એક ઝેરીલુ તત્વ હોય છે જેને કારણે હાપોગ્લાઈસીમિયા થઈ જાય છે.
જેને કારણે શુગર લેવલ ગબડી જાય છે. જો કે ક્યારેક ક્યારે બાળકો લીચીના બીજ પણ ગળી જાય છે.

એક સ્થાનીક રિસર્ચ પર આધારિત છે સમગ્ર અભ્યસ

આ પુરી થ્યોરી બિહારના જ એક સ્થાનીક રિસર્ચની સ્ટડી પર આધારિત છે.
મુઝફ્ફરપુરના શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજના ડોક્ટર ગોપાલ શંકર સાહનીએ આ રિસર્ચ કરી છે. તે હોસ્પિટલન પીડિએટ્રિક્સ ડિપાર્ટમેંટના પ્રમુખ પણ છે. સાહની આ વિષય પર 1995થી જ રિસર્ચ કરી રહ્યા છે. જ્યારે આ બીમારીનોપ પ્રથમ કેસ આવ્યો હતો. તેમનુ કહેવુ છે કે આ બીમારી હ્યુમિડિટીનો એક નક્કી માપથી વધુ થતા ફેલાય છે. તેમની રિસર્ચ મુજબ જ્યારે તાપમાન 38 ડિગ્રીથી ઉપર જાય છે અને હ્યુમિડિટી 65-80 ડિગ્રી વચ્ચે પહોંચી જાય છે ત્યારે આ બીમારી ઝડપથી ફેલાય છે. કારણ કે આ સ્થિતિ એઈએસ માટે સૌથી સારી હોય છે.

સાહની મુજબ 2015માં એઈએસના 390 મામલા સામે આવ્યા હતા. જ્યારે કે 2014માં 1028 મામલા સામે આવ્યા. આ ઉપરાંત 2016માં ફક્ત એક મામલો સામે આવ્યો અને 2017માં 9 કેસ નોંધાયા. 2014માં હ્યુમિડિટી ખૂબ વધુ હતી પણ 2016, 2017 અને 2018મા આ 10 ટકાથી 25 ટકા વચ્ચે ઓછી વધુ થતી રહી. હવે આ વર્ષે તાપમાન 42 ડિગ્રી પાર કરી ચુકી છે. જ્યારે કે હ્યુમિડિટી 65-70 ટકા સુધી પહોંચી ગઈ છે. આ જ કારણ છે કે ફરીથી એઈએસ પોતાના પગ પસારી રહ્યુ છે.
કેટલાક લોકો આ થ્યોરી પર વિશ્વાસ નથી કરી રહ્યા

બીજી બાજુ કેટલાક લોકો આ લીચીવાળી થ્યોરીને નથી માની રહ્યા. તેમનુ કહેવુ છે કે જો આવુ હોય તો લીચીની સેલ પણ ગબડી પડતી પણ આવુ કશુ નથી થઈ રહ્યુ.
તેમનુ માનવુ છેકે આ બીમારીનુ કારણ લીચી નથી. આ એક વાત જરૂર હોઈ શકે છે કે લીચી દ્વારા કોઈ વાયરસ ફેલાય રહ્યો હોય જેના પર વધુ રિસર્ચની જરૂર છે.આ પણ વાંચો :