અબકી બાર મોદી સરકાર ? અમેરિકા તૈયાર

modi obama
વોશિંગટન| Last Updated: મંગળવાર, 13 મે 2014 (13:13 IST)


અમેરિકએ સફળ રીતે ચૂંટણી સંપન્ન થવા પર ભારતની જનતાને શુભેચ્છા પાઠવતા કહ્યુ કે તેઓ સાથે કામ કરવા માટે ઉત્સુક છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ભારતમાં સોમવારે નવમા અને અંતિક ચરણનુ મતદાન સંપન્ન થઈ ગયુ. અમેરિકી વિદેશ મંત્રાલયની પ્રવક્તા જૈન પસાકીએ સંવાદદાતા સંમેલનમાં કહ્યુ, 'અમે આ મહત્વપૂર્ણ ભાગીદરીને આગળ વધારવા માટે વધુ એક મહત્વાકાંક્ષી એજંડા નક્કી કરવા માટે ભારતના લોકો દ્વારા પસંદગી પામેલા નેતાઓ સાથે કામ કરવા માટે ઉત્સુક છીએ.

તેમણે કહ્યુ, 'અમે માનવ ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં ભાગીદારી માટે ભારતના લોકોને શુભેચ્છા પાઠવીએ છીએ.'


આ પણ વાંચો :