Last Modified: બગદાદ , રવિવાર, 21 ઑક્ટોબર 2007 (15:42 IST)
ઇરાકમાં હવાઇ હુમલામાં 13ના મોત
બગદાદ (વાર્તા) ઇરાકની રાજધાની બગદાદના ઉત્તરપૂર્વમાં સ્થિત આજે અમેરિકન હવાઇ હુમલામાં ઓછામાં ઓછા 13 લોકો મૃત્યું પામ્યાં છે અને 52 લોકો ઘાયલ થયાં છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકન હવાઇ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત અન્ય 52 લોકો ઘાયલ થયાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકન વાહનને નિશાઅનો બનાવી કરવામાં આવેલ બોમ્બ વિસ્ફોટ બાદ આ કાર્યવાહી કરવામાં આવેલ છે.
તે અમેરિકન સેનાએ હવાઇ હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે નવેમ્બર 2006 અને મે 2007માં અમેરિકાની મુખ્ય ગઠબંધન સેનાના સૈનિકોના અપહરણ માટે જવાબદાર સમજનાર તત્વો વિરૂધ્ધ આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમને મૃત્યું પામેલા આતંકવાદીઓની સંખ્યા બતાવવા અસમર્થતા જાહેર કરી હતી.