1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 23 જુલાઈ 2016 (11:01 IST)

જર્મની - મ્યુનિખ શોપિંગ સેંટરમાં હુમલાવરે 10ને મારીને ખુદનો જીવ લીધો

જર્મનીના મુખ્ય શહેર મ્યુનિખના એક શોપિંગ સેંટરમાં શુક્રવારે એક અજ્ઞાત હુમલાવરે ગોળીબાર કરી 10 લોકોનો જીવ લઈ લીધો. પોલીસ મુજબ હુમલાવરે પછી ખુદને ખતમ કરી લીધો.  આ હુમલામાં પહેલા બે કે ત્રણ હુમલાવરોનો સમાવેશ થવાની આશંકા બતાવી હતી. 
 
શહેરના એક શોપીંગ સેન્ટરમાં અંધાધુંધ ફાયરીંગ થયુ હતુ જેમાં 10 લોકોના મોત થયા છે. મૃત્યુ પામનારમાં હુમલાખોરનો પણ સમાવેશ થાય છે અને કેટલાક લોકોને ઇજા પણ થઇ છે. આ હુમલાનો હેતુ જાણી શકાયો નથી.   સ્થાનિક સમય મુજબ સાંજે ૪ વાગ્યે આ ઘટના બનવા પામી હતી. શોપીંગ સેન્ટરમાં 18 વર્ષના એક યુવકે ફાયરીંગ કર્યુ હતુ. આ યુવકની ઓળખ ઇરાની મુળના જર્મન નાગરિક તરીકે થઇ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલામાં મરનાર 10મો શખ્સ ખુદ હુમલાખોર હતો. જેણે ફાયરીંગ કર્યા બાદ તેણે ખુદને પણ ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ સમગ્ર શોપીંગ સેન્ટર ખાલી કરી દેવાયુ હતુ. ફાયરીંગને કારણે ભારે અફડા-તફડી મચી ગઇ હતી. પોલીસે શોપીંગ સેન્ટરને ચારેતરફથી ઘેરી લીધુ હતુ. હજુ સુધી એ જાણવા નથી મળ્યુ કે, હુમલાખોરનો હેતુ શું હતો ?
 
   આ ઘટના બાદ મ્યુનીચમાં ઇમરજન્સી લાદી દેવામાં આવી હતી. હુમલાખોર પાસે માત્ર એક પિસ્તોલ હોવાનુ કહેવાય છે. ફાયરીંગ વખતે ડરના માર્યા લોકો આસપાસની દુકાનોમાં છુપાવા લાગ્યા હતા. જે મોલમાં હુમલો થયો તેનુ નામ ઓલમ્પીયા આઇનકોફજેટ્રમ છે. જે ઓલમ્પીક સ્ટેડીયમ પાસે આવેલ છે. શરૂઆતમાં એવા અહેવાલો મળ્યા હતા કે કુલ ત્રણ જેટલા હુમલાખોરો છે.