પાક.માં સ્વાઈન ફ્લૂનો વધુ એક કેસ

ઈસ્લામાબાદ | ભાષા| Last Modified ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2009 (11:36 IST)

પાકિસ્તાનમાં સ્વાઈન ફ્લૂનો મામલો સામે આવ્યો છે. સમાચાર ચેનલ જીયો ટીવીએ સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના હવાલે જણાવ્યું છે કે, સંયુક્ત અરબી અમીરાતથી બુધવારે રાત્રે પરત ફરેલા એક વ્યક્તિમાં સ્વાઈન ફ્લૂની પુષ્ટિ થઈ છે. પીડિત વ્યક્તિને પીઆઈએ મએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પીડિત વ્યક્તિની ઓળખ સૈયદ અબ્દુલ કાદિર હુસૈનના નામે કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ 10 ઓગસ્ટના રોજ સામે આવ્યો હતો.


આ પણ વાંચો :