1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ઢાકા , મંગળવાર, 26 જાન્યુઆરી 2010 (10:57 IST)

બાંગ્લાદેશ રાઈફલ્સના 53 જવાનોએ ગુનો કબૂલ્યો

બાંગ્લાદેશ રાઈફલ્સ(બીડીઆર) ના 53 જવાનોએ ગત વર્ષ વિદ્રોહમાં શામેલ હોવાનો અપરાધ સ્વીકાર કરતા માફીની માગણી કરી છે. આ વિદ્રોહમાં 74 લોકો મૃત્યુ પામ્યાં હતાં. બીડીઆરની વિશેષ અદાલતે 19 મી રાઈફલ બટાલિયનના કમાંડર લેફ્ટિનેંટ કર્નલ ગાજી સલાહુદ્દીને જવાનો પર લગાડાયેલા આરોપો જણાવ્યાં.

કોર્ટમાં 62 જવાનોમાંથી 53 જવાનોએ પોતાનો આરોપ સ્વીકાર કરી લીધો અને માફીની અપીલ કરી. અન્ય નવ જવાનોએ દોષી હોવાથી ઈનકાર કર્યો અને દાવો કર્યો કે, તે વિદ્રોહમાં શામેલ ન હતાં.

ઢાકાના બીડીઆર મુખ્યાલયમાં ગત વર્ષ 25-26 ફેબ્રુઆરીના રોજ વિદ્રોહ થયો હતો.