શુક્રવાર, 4 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|

મને મોતનો ડર નથી-બેનઝીર

કરાચી. (વાર્તા) પાકિસ્તાનની પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોએ ગુરુવારે મોડી રાત્રે પોતાના કાફલા પર થયેલ આત્મઘાતી હુમલામાં લોકતંત્ર અને પાકિસ્તાનની એકતાનો તેમજ અખંડતાને નુકશાન પહોચાડવાની કોશીષ જણાવતાં કહું એ આ મામલા છતાં પણ તે લોકતંત્ર માટે પોતાના સંઘર્ષના રસ્તા પરથી હટશે નહી.

સુશ્રી ભુટ્ટોએ મોડી રાત્રે જણાવ્યું હતું કે આતંકવાદ પાકિસ્તાનની એકતા અને અખંડતા માટે ખતરો છે. આતંકવાદી અમારા સુરક્ષાબળોને મારી રહ્યાં છે અને અમારી સીમાઓ પર દસ્તક આપી રહ્યાં છે.

તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનને સુરક્ષિત બનાવવા માટે અને લોકતંત્રના પ્રસાર માટે તે પોતાના જીવને જોખમમાં નાંખવા માટે તૈયાર છે.તેની સાથે તેમનું કહેવું હતું કે તે નથી ઇચ્છતી કે દેશ કોઇ કટ્ટરપંથી નેતા ચલાવે.

પાકિસ્તાનનું સૌથી મોટું રાજનીતિક દળ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની પ્રમુખ ભુટ્ટો બેનઝીરે જણાવ્યું હતું કે અમે લોકતંત્રને બચાવવા માંગીએ છીએ. હું જાણતી હતી કે મારી પર હુમલો થઈ શકે છે પરંતુ હુ આનો સામનો કરવા મટે તૈયાર હતી કેમકે મારૂ માનવું છે કે જીંદગી અને મોત અલ્લાહના હાથમાં છે. એટલા માટે સ્વદેશ પાછા ફરવાનો નિર્ણય લીધો હતો.