1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: કોલંબો , શનિવાર, 31 જાન્યુઆરી 2009 (16:03 IST)

લિટ્ટે સાથે સંઘર્ષ માટે ઇન્કાર

શ્રીલંકામાં લિબરેશન ટાઇગર્સ ઓફ તામિલ ઇલમ(લિટ્ટે) વચ્ચે ખુચે વિસ્તારમાં ફરીથી કબ્જો કરવાથી સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. જોકે જેને લઇને આ વિસ્તારના લોકો એમાં ફસાયા હોવા છતાં સરકારે આ વખતે સંઘર્ષ વિરામ કરવાનો ઇન્કાર કર્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર માનવ અધિકાર અને વ્યવસ્થાપક મંત્રી મહિદા સમરસિંઘે કહ્યું હતું કે, અમે સંઘર્ષ વિરામ નહીં કરવા માટે કૃત નિશ્વયી છીએ. અમે શ્રીલંકામાંથી આતંકવાદ નાબુદ કરવા ઇચ્છીએ છીએ. શ્રીલંકા સરકારના નિવેદનથી સ્પષ્ટ છે કે લિટ્ટે સાથે 25 વર્ષોની સંતાકુકડી બાદ હવે કોઇ પણ મોકો ગુમાવવા ઇચ્છતી નથી.