શિક્ષકની ડિમાંડ : મારી સાથે સેક્સ કરો વધુ માર્ક્સ મેળવો

વેબ દુનિયા|

P.R
ઈટાલીમાં એક શિક્ષકનું હલકું કૃત્ય સામે આવતા શાળામાં ભણતા બાળકોના વાલીઓમાં રોષ ભડકી ઉઠ્યો હતો. 46 વર્ષના આ શિક્ષકની વિદ્યાર્થીઓ સાથે બાંધવા બદલ ધરપકડ પણ કરવામાં આવી છે.
આ શિક્ષક પર આરોપ છે કે તે વિદ્યાર્થીઓને પાસ કરવા બદલ તેમની પાસેથી સેક્સની ડિમાન્ડ કરતો હતો. પિઆસેંચા શહેરનો આ શિક્ષક સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા અવયસ્ક વિદ્યાર્થીઓ સાથે સેક્સ મીટિંગ નક્કી કરતો હતો.

વળી, આ શિક્ષક દેખાવના આધારે વિદ્યાર્થીઓને પસંદ કરતો હતો. જોકે, એક વિદ્યાર્થીએ તેની વાત ન માની તો શિક્ષક તેને ધમકાવવા લાગ્યો હતો. તેણે વિદ્યાર્થીને કહ્યું હતું કે તે અન્ય વિદ્યાર્થીઓને કહે કે તેણે ફેસબૂક પર મોકલવામાં આવેલા આમંત્રણને ખોટી રીતે લીધું છે.
જોકે, આ વિદ્યાર્થીએ શિક્ષકની વાત માનવાની જગ્યાએ પોતાના વાલીને તેની ફરિયાદ કરી હતી. ત્યારબાદ આ લંપટ શિક્ષકનો ભાંડો ફૂટ્યો હતો.


આ પણ વાંચો :