સેક્સક્રિયા દરમિયાન બીજા માણસનું નામ લેતા ફિયાંસે ફિયાંસીનુ ખૂન કર્યુ

નવી દિલ્હી. | વેબ દુનિયા| Last Modified મંગળવાર, 28 જાન્યુઆરી 2014 (17:52 IST)

P.R
જ્યારે તે ડીજે પ્લે કરતો હતો તો લોકો નાચી ઉઠતા હતા. તેની મિક્સિંગના દરેક દિવાના હતા, પણ આજે તેના હાથ લોહીથી રંગાય ગયા અને એ હત્યારો થઈ ગયો. કારણ પણ વિચિત્ર છે અને કદાચ વિચારવા માટે મજબૂર કરનારુ. વાત એમ છે કે સેક્સ દરમિયાન તેની ફિયાંસે કોઈ બીજા વ્યક્તિનુ નામ લેવુ શરૂ કરી દીધુ. આટલુ સાંભળત અજ ડીજે ગુસ્સાથી પાગલ થઈ ગયો અને તેણે ચપ્પુ ખૂંપીને તેની નિર્મમ હત્યા કરી નાખી. જો કે તેણે પોલીસને ગફલતમાં નાખવાનો પૂર્ણ પ્રયત્ન કર્યો.
પણ તે સફળ ન થઈ શક્યો. તેણે ઘટનાસ્થળને એવુ બનાવી દીધુ કે જાણે કોઈ ત્રીજાએ એ બંને પર હુમલો કર્યો હોય. પણ પોલીસે તેની હત્યાના આરોપમાં ધરપકડ કરી લીધી છે અને કોર્ટે સામે રજૂ કરી જેલમાં મોકલી આપ્યો છે.

આ ઘટના સાત સમુદ્ર પાર ઈગ્લેંડની છે. અહી રહેનારા એક ડીજે હતો. તેની વય 52 વર્ષની છે. તેના પર પોતાની ફિયાંસી 44 વર્ષની ડેનિસને મારવાનો આરોપ છે. આ મામલાનો સૌથી મોટો સાક્ષી છે ડેનિસનો 16 વર્ષનો પુત્ર રેયાન. તેણે જ આ બંનેને લોહીથી ખરડાયેલી હાલતમાં જોયા હતા અને પછી પોલીસ એંબુલંસ બોલાવી હતી. કોર્ટમાં પૂછપરછ દરમિયાન જ્યોફે કહ્યુ કે સેક્સ દરમિયાન ડેનિસે મને પોલના નામથી બોલાવ્યો. જ્યોફને લાગ્યુ કે તેનો કોઈ પોલ નામની વ્યક્તિ સાથે અફેયર ચાલી રહ્યુ છે. ડેનિસની શાળામાં પોલ નામનો એક ક્લાસમેટ હતો. જ્યોફે આ બધી સાંકળ પોતાની સાથે જોડીને તારણ કાઢ્યુ કે તેની વાગ્દત્તા બેવફા છે. બસ ત્યારથી તેનો શક વિશ્વવાસમાં બદલાય ગયો અને તેને મર્ડર કરીને 10 વર્ષના સંબંધો તાર-તાર કરી નાખ્યા. પછી તેણે આ ઘટનાને લૂંટનો મામલો બતાવવા માટે પોતાની પર પણ થોડા ઘા કર્યા અને ચીસો પાડીને બેહોશ થવાનુ નાટક કરવા લાગ્યો. જ્યારે મેડિકલ સ્ટાફે બંનેનુ ચેકઅપ કર્યુ તો પ્રાથમિક તપાસમાં જ સ્પષ્ટ થઈ ગયુ કે ડેનિસના ઘા ઊંડા હતા અને જ્યોફને ફક્ત ઉપરી કટ વાગી હતી. તપાસના શરૂઆતમાં જ્યોફે કહ્યુ કે મને એમનીશિયા નામની બીમારી છે. આ બીમારીમાં માણસ ભૂલી જાય છે કે તેણે શુ કર્યુ છે પરંતુ છેવટે તેણે પોતાનો ગુન્હો કબૂલ કરી લીધો.


આ પણ વાંચો :