પાકિસ્તાનમાં હિન્દુ યુવકના ધર્માંતરણનું લાઈવ પ્રસારણ

વેબ દુનિયા|

P.R
પાકિસ્તાનમાં એક ટીવી ચેનલે એક હિંદુ યુવકના ધર્માંતરણનું સીધું પ્રસારણ કર્યું છે. આ ઘટના અંગે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં અખબાર ડોનમાં લખાયું છે કે આ ઘટનાથી સ્પષ્‍ટ સંકેત મળે છે કે પાકિસ્તાનમાં અન્ય ધર્મોને સમાંતર દરજ્જો નથી અપાયો.

આ અખબારે પોતાના તંત્રીલેખમાં કહ્યું છે કે, દેશનું ઇલેક્ટ્રોનિક મીડિયા કોઇપણ ચીજને ચટપટી બનાવવા માટે કોઇપણ હદે જઇ શકે છે. અને હવે તેમાં ધર્મના નામે રમત પણ સામેલ થઇ ગઇ છે. એક યુવકના ધર્માંતરણના સીધા પ્રસારણની આ વાત તેનું ઉદાહરણ છે કે હવે મીડિયાએ પોતાના વ્યવસાયિક ઉદ્દેશોની પ્રાપ્તિ માટે નૈતિક મૂલ્યો, વૈચારિક મોકળાશ અને સામાન્ય જ્ઞાનને કોરાણે મૂકી દીધું છે.
મંગળવારે એક ટીવી ચેનલે પોતાના સ્ટુડિયોમાં એક હિન્દુ છોકરાને ઇસ્લામ ધર્મ સ્વીકારવાની ઇમામ દ્વારા કરાઇ રહેલી વિધિને લાઇવ દર્શાવાઇ હતી. આ ઉપરાંત શો દરમિયાન જ સ્ટુડિયોમાં બેઠેલા દર્શકોએ આ છોકરાના નવા નામ માટે સૂચનો પણ આપ્યાં હતાં.


આ પણ વાંચો :