ઈટાલીમાં ગાંધીજીની પ્રતિમાનુ અનાવરણ

રોમ | વાર્તા| Last Modified શનિવાર, 15 માર્ચ 2008 (20:21 IST)

રોમ. ઈટાલીમાં દક્ષિણી નેપલ્સના વર્જીલિયાનોમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કાંસાની પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ. પ્રતિમાના અનાવરણ ઈટાલીમાં ભારતના રાજદૂત રાજીવ ડોગરા અને નેપલ્સના મેયર રોસા ઈવોંલિનોના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ઈટાલીના અનેક સાંસદો, સ્થાનીક વેપારી તથા ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેસોરિયાના સેંકડો વિધાર્થીઓ હાજર રહ્યા હતા. મહાત્માની આ પ્રતિમા પ્રસિધ્ધ મૂર્તીકાર ગૌતમ પાલે બનાવી છે.


આ પણ વાંચો :