અમેરિકા પછી હવે બ્રિટન પણ મોદીના પ્રવેશ પર પ્રતિબંધ લગાવશે ?

વેબ દુનિયા|

P.R
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાએ વિઝા ન આપવાની નીતિ યથાવત રાખી છે, ત્યારે હવે બ્રિટન પણ પોતાના દેશમાં તેમના પ્રવેશ પર રોક મુકે તેવી શક્યતા છે. એક સંભવિત નિયમ અંતર્ગત ગૈર યુરોપીય સંઘ સદસ્ય દેશોના એ લોકો પર બ્રિટનમાં પ્રવેશ પર રોક લગાવાય તેવી શક્યતા છે જેમના પર ઉલ્લંઘનનો આરોપ હોય. આ નિયમનું એલાન આજે જ કરવામાં આવે તેવી સંભાવના છે.

માનવધિકાર કાર્યકર્તાઓએ માંગ કરી છે કે નરેન્દ્ર મોદી જેવા લોકોને દુર રાખવા માટે આવા નિયમ ખુબજ જરૂરી છે, તેઓ આ માટે દબાણ કરશે. દક્ષિણ સાઉથ એશિયા સોલિડેરિટી ગ્રુપનું કહેવું છે કે આ પ્રકારના નિયમ નરેન્દ્ર મોદી પર લાગુ થવા જ જોઇએ, કારણ કે ગુજરાતમાં થયેલા નરસંહારમાં તેમની કથિત ભૂમિકા કોઇનાથી છુપાયેલી છે. સંગઠનના પ્રવક્તા અમૃત વિલ્સને કહ્યું કે તેઓ એ વાતના પક્ષમાં નથી કે બીજા દેશોમાં માનવધિકાર ઉલ્લંઘનને લઇને બ્રિટન પોતાની દેખરેખ વધારે પરંતુ જો આવો કોઇ નિયમ બને છે તો નરેન્દ્ર મોદીને પ્રતિબંધિત કરવા માટે તેનો ઉપયોગ જરૂર થવો જોઇએ.
અમેરિકી મેગેઝીન ટાઇમના કવર પેજ પર આવી ચૂકેલા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકા વિઝા આપવાનો સતત ઇન્કાર કરતું રહ્યું છે. ગત સપ્તાહે પણ નરેન્દ્ર મોદીને વિઝા ન આપવાની પોતાની નીતિ અમેરિકાએ યથાવત રાખી હતી.

ભારતીય-અમેરિકી મુસ્લીમ સમુદાયે માંગ કરી હતી કે અમેરિકી વિદેશ મંત્રાલયે નરેન્દ્ર મોદીને વિઝાના મામલે 2005ની પોતાની નીતિમાં કોઇ પરિવર્તન ન કરવું જોઇએ. જે બાદ અમેરિકી સાંસદ જો વોલ્સે સરકારને ચિઠ્ઠી લખીને સવાલ કર્યો હતો કે મોદીને અમેરિકાના વિઝા ન આપવાના સરકારના નિર્ણયમાં શું કોઇ ફેરફાર કરવામાં આવ્યો છે, તેના જવાબમાં અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા વિક્ટોરિયા નૂલૈંડે કહ્યું કે નરેન્દ્ર મોદીને વિઝા ન આપવાના તેમના વલણમાં કોઇ ફેરફાર થયો નથી.


આ પણ વાંચો :