ઓબામાએ મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યુ

obama modi
Last Updated: શનિવાર, 17 મે 2014 (10:45 IST)

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ શુક્રવારે ભાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને શુભેચ્છા પાઠવી. ઓબામાએ મોદીને વોશિંગટન આવવાનુ આમંત્રણ આપ્યુ. જેથી બંને દેશોના સંબંધો મજબૂત થઈ શકે. આ સાથે જ નરેન્દ્ર મોદીના યૂઈસ વીઝા વિવાદનો પણ અંત આવી ગયો છે. અમેરિકી અધિકારીઓ મુજબ મોદીએ યૂએસ વીઝા મળવા ઔપચારિક જેવી વાત રહી ગઈ છે.

વાઈટ હાઉસ તરફથી આવી રહેલ નિવેદન મુજબ યૂએસ પ્રેજિડેંટે ભારતીય જનતા પાર્ટીની મોટી જીત પર નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી. તેમણે આશા વ્યક્ત કરી કે મોદીના નેતૃત્વમાં ભારત અને અમેરિકાની વચ્ચેની રણનીતિક ભાગીદારી ચાલુ રહેશે અને બંને દેશ પરસ્પર સહયોગ વધારશે.

ઓબામાએ મોદીને કોલ કરીને કે કલાક પહેલા જ અમેરિકાએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે તેઓ મોદીનુ અમેરિકાની ધરતી પર સ્વાગત કરે છે. ઓબામા સરકારના આમંત્રણ સાથે જ નરેન્દ્ર મોદીનો વીઝા વિવાદનો પણ અંત આવી ગયો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ પહેલા મોદીના વીઝાના મુદ્દા પર અમેરિકા તરફથી કોઈ નિવેદન આવતુ નહોતુ.

યૂએસ સ્ટેટ ડિપાર્ટમેંટના સીનિયર ઓફિસર્સનુ કહેવુ છે કે કોઈને પણ વીઝા મેરિટ્સના આધાર પર આપવામાં આવે છે.
મોદી એક દેશના મુખ્યપ્રધાન બનશે તેથી તેઓ મેરિટ્સના માપદંડ પર યોગ્ય કહેવાશે. તેથી તેમને વીઝા મળવામાં કોઈ મુશ્કેલી નહી આવે.

આ પહેલા યૂએસ સેક્રેટરી ફોર સ્ટેટ જોન કૈરીએ પણ ટ્વિટર દ્વારા નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી. આ પહેલા વાઈટ હાઉસ નેશન સિક્યોરિટી કાઉંસિલે પણ મોદીને શુભેચ્છા પાઠવી. યૂએસ ઉપરાંત યૂકેના પીએમ ડેવિડ કૈમરૂને પણ નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી અને યૂએસ આવવાનું આમંત્રણ આપ્યુ છે. પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફે પણ મોદીને ફોન કરીને શુભેચ્છા આપતા પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યુ છે.આ પણ વાંચો :