ચીનની 40 ટકા મહિલાઓ પોતાની સેક્સ લાઈફથી અસંતુષ્ટ

વેબ દુનિયા|

P.R
ચીનમાં 40 ટકા કરતાં પણ વધુ મહિલાઓનું કહેવું છે કે તેઓ પોતાની સેક્સ જિંદગીથી સંતુષ્ટ નથી. લગભગ 60 ટકા મહિલાઓનું કહેવું છે કે તે અનિયોજિત ગર્ભ ધારણને લઇને ચિંતિત રહે છે.

હાલમાં જ જારી કરવામાં આવેલા એક સર્વેમાં કહેવામાં આવ્યું કે મહિલાઓનું માનવું છે કે આદર્શ જાતીય સંબંધ તેમના પાર્ટનર સાથેના સંબંધોને સારા બનાવવામાં બહુ મોટી મદદ કરી શકે છે.

ચાઇના પોપ્યુલેશન કમ્યુનિકેશન સેન્ટરે નેશનલ પોપ્યુલેશન એન્ડ ફેમિલી પ્લાનિંગ કમિશન અંતર્ગત આ સર્વેક્ષણ કરાવ્યો જેમાં 3000 મહિલાઓનો મત લેવામાં આવ્યો.
સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું કે 57.6 ટકા મહિલાઓ પોતાના પાર્ટનર સાથે જાતીય ભાવનાઓને લઇને વાત કરવા નહીં ઇચ્છે અને 70 ટકા મહિલાઓએ પરોક્ષરૂપે જાતીય શિક્ષણની જાણકારી મેળવી.


આ પણ વાંચો :