સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 28 જૂન 2022 (10:47 IST)

ટેક્સાસમાં ત્રાસદી ટ્રકના અંદર 46 પ્રવાસી મૃત મળ્યા, અનેક હોસ્પિટલમાં દાખલ

અમેરિકા (America) ના ટેક્સાસ (Texas) થી ગભરાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. સૈટ એંટોનિયો શહેર   (Texas San Antonio) મા& એક ટ્રકની અંદર 46 લોકો મૃત જોવા મળ્યા છે. કાયદા પ્રવર્તન અધિકારી (Law Enforcement Officer) એ આ દિલ દહેલાવી દેનારી ઘટના વિશે માહિતી આપી છે.  બીજી બાજુ શહેરના અધિકારીઓએ કહ્યુ કે યૂએસ-મેક્સિકો સીમા પર માનવ તસ્કરીને સૌથી ઘાતક તાજેતરની ઘટનાઓમાંથી એક છે. 
 
સૈન એન્ટોનિયો ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે તેમને ટ્રકમાં "મૃતદેહોના ઢગલા" મળ્યા હતા. ટ્રકમાં પાણીના નિશાન મળ્યા નથી. વિભાગે જણાવ્યું હતું કે ટ્રેલરની અંદર મળી આવેલા અન્ય સોળ લોકોને હીટ સ્ટ્રોક અને થાક માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં ચાર સગીરો સામેલ હતા. પરંતુ મૃતકોમાં કોઈ બાળક નહોતું.
 
4 બાળકો સહિત 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
મળતી માહિતી મુજબ, 4 બાળકો સહિત 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હવે આ લોકોનું મોત કેવી રીતે થયું તે હજુ સ્પષ્ટ થયું નથી. સ્થાનિક પોલીસે પણ આ મામલે હજી સુધી કશું જણાવ્યું નથી. સેન એન્ટોનિયો શહેર ટેક્સાસ-મેક્સિકો બોર્ડરથી લગભગ 250 કિમી દૂર છે. ટ્રકના બંધ કન્ટેનરમાં ગૂંગળામણના કારણે પ્રવાસીના મોત થયાની આશંકા છે