ગુરુવાર, 18 જુલાઈ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 માર્ચ 2022 (11:31 IST)

સુરતમાં પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરાવનાર ઉદ્યોગપતિ મહેશ સવાણીને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ કરાયા

સુરતમાં પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરાવનાર સમાજસેવી ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ગત મોડી રાતે હૃદયમાં દુઃખાવાની ફરિયાદ તેમના મિત્રો અને પરિવારજનોને કરી હતી. ત્યારબાદ વધુ પડતો હ્રદયમાં દુઃખાવો છતાં તેમને પી.પી.સવાણી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં તેમને એટેક આવ્યા હોવાનું કહ્યું હતું. હાર્ટ એટેક આવતાની સાથે જ હાલ ડોક્ટરો દ્વારા તેમને સારવાર આપવામાં આવી રહી છે. પી પી સવાણી હોસ્પિટલ ખાતે તેમના પરિવારના લોકો અને શુભેચ્છકો તેમની તબિયત જાણવા માટે પહોંચ્યા છે. જો કે ડોક્ટરોના કહેવા મુજબ હાલ તેમની તબીયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.સમાજસેવી મહેશ સવાણી રાજકીય પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેમણે તાજેતરમાં જ આમ આદમી પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો હતો. ફરીથી તેઓ સમાજ સેવાના કાર્યમાં લાગી ગયા હતા. પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવવા માટે તેમણે ખૂબ જ મોટું કામ કર્યું છે. જેના થકી સમાજમાં તેમની એક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિ તરીકેની ઓળખ ઊભી થઈ હતી.મહેશ સવાણીની એકાએક તબિયત લથડતાં તેમના પરિવારના સભ્યો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. પરિવારના સભ્યો વલ્લભભાઈ સવાણી સહિતના તમામ લોકો અત્યારે હોસ્પિટલે પહોંચ્યા છે. ડોક્ટરોની એક ટીમ દ્વારા સતત તેમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સવારે ડૉક્ટરોએ તપાસ્યા બાદ તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેતાં પરિવારજનોમાં થોડો હાશકારો જોવા મળી રહ્યો છે.