બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 27 એપ્રિલ 2022 (13:33 IST)

Viral Video: 8 વર્ષના બાળકે ચલાવી ટોયોટા ફોર્ચ્યુનર SUV! ઈન્ટરનેટ પર છવાયો વીડિયો

car driving
8 Year Old Boy Drives Toyota Fortuner SUV In Pakistan: કાર ચલાવવા માટે તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. પરંતુ વાયરલ થયેલા વીડિયોમાં તેનાથી વિપરીત 8 વર્ષનો બાળક પાકિસ્તાનના રસ્તા પર ટોયોટા ફોર્ચ્યુનર એસયુવી ચલાવતો જોવા મળે છે.
 
ઇન્ટરનેટ પર છવાયો છે વીડિયો 
આ વીડિયો એપ્રિલ મહિનાની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હતો. આ વીડિયોમાં આઠ વર્ષના બાળકની સાથે તેની 10 વર્ષની મોટી બહેન પણ જોઈ શકાય છે. તેની કારમાંથી અન્ય કેટલાક વાહનો પણ આવી રહ્યા તા. પહેલા તમે પણ જુઓ આ વાયરલ વિડીયો...

 
6 વર્ષની ઉંમરથી ચલાવે છે કાર 
તેના નાના કદના કારણે, બાળક સીટના કિનારે બેસ્યુ છે જેથી તેના પગ ગેસ અને બ્રેક પેડલ્સ સુધી પહોંચી શકે. માત્ર 8 વર્ષનું બાળક ડ્રાઇવિંગ કરતી વખતે આત્મવિશ્વાસથી ભરપૂર  જોવા મળે છે. ફૂટેજ મુજબ બાળક 6 વર્ષની ઉંમરથી કાર ચલાવી રહ્યો છે. અહેવાલો અનુસાર, આ વીડિયો શૂટ કરવામાં આવ્યો ત્યારે આ બાળક આઠ વર્ષનો હતો.
 
સીટ બેલ્ટ પણ બાંધ્યો ન હતો
આ બાળકે ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ પણ બાંધ્યો ન હતો. આ બાળકનું નામ અયાન જણાવવામાં આવી રહ્યું છે. આ વીડિયો જોયા બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ બાળકના માતા-પિતાને દોષી ઠેરવી રહ્યા છે. કેટલાકના મતે આવી બેજવાબદારીભરી વર્તણૂક કોઈ પણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં.