ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શનિવાર, 13 મે 2023 (15:57 IST)

26 વર્ષ મોટી સ્કુલ ટીચર પર આવ્યુ વિદ્યાર્થીનુ દિલ, કરી દીધો પ્રેમનો એકરાર, 22 વર્ષની વયે કરી લીધા લગ્ન

fraud marriage
મલેશિયાના એક 22 વર્ષના યુવકે 26 વર્ષ મોટી ટીચર(Student teacher marriage) સાથે લગ્ન કરીને એ વાત સાબિત કરી દીધી કે પ્રેમ આંધળો હોય છે. લોકો માને છે કે પ્રેમમાં જાતિ, ધર્મ, સમુદાય, ઉંમર, સ્થિતિ જોવામાં આવતી નથી, માત્ર પ્રેમ કરવામાં આવે છે. પરંતુ આ મલેશિયન છોકરા અને તેની પત્ની (વિદ્યાર્થી 26 વર્ષની ટીચર સાથે લગ્ન કરે છે) ની વાર્તા સાંભળ્યા પછી તમે ચોક્કસ કહેશો કે પ્રેમ આંધળો હોય છે, પણ આટલો બધો 
 
ઑડિટી સેંટ્રલ ન્યુઝ વેબસાઈટની રિપોર્ટ મુજબ વર્ષ 2016માં મલેશિયાના રહેનારી મોહમ્મદ ડાનિયાલ અહમદ અલી (Muhammad Danial Ahmad Ali) જ્યારે જૂનિયર હાઈ સ્કૂલ (સાતમા, આઠમા અને નવમા)માં હતો ત્યારે તેમને જમીલા મોહમ્મદ (Jamilah Mohd) નામની એક ટીચર ભણાવતી હતા. એ સમયે ડાનિયાલના મનમાં તેમના પ્રત્યે માત્ર આદર  અને સન્માનની ભાવના હતી.  તેને તેમનો સ્વભાવ અને વિદ્યાર્થીઓનુ ધ્યાન રાખવાની રીત પસંદ હતી.  
 
26 વર્ષ મોટી ટીચર સાથે થયો મોડ 
 
પણ જ્યારે મોહમ્મદ આગલી ક્લાસમાં આવ્યો તો બંનેનો સંપર્ક તૂટી ગયો  ડાનિયાલ પણ જમીલાને ભૂલી ચુક્યો હતો. પણ એક વાર તે પોતાના પ્રિસિપલની ઓફિસમાં જઈ રહ્યા હતા. ત્યાર બહાર તેમને જમીલા મળી તેમણે પોતાની ટીચરને હલો કહ્યુ અને જતા રહ્યા. ત્યારબાદથી તેઓ જમીલાને વધુ નોટિસ કરવા લાગ્યા.  એ જ વર્ષે જમીલાએ પણ તેને  જન્મદિવસની શુભેચ્છા આપતો મેસેજ કર્યો.  બંને વચ્ચે ચેટિંગ શરૂ થઈ ગઈ અને ડાનિયલ જમીલાને પ્રેમનો એકરાર કરી દીધો. જમીલાએ તરત જ તેને ઠુકરાવી દીધો, કારણ હતુ બંનેની વય. 
દાનિયાલ જમીલા કરતા 26 વર્ષ નાનો હતો. પરંતુ ડેનિયલ તેને પ્રેમ કરવા લાગ્યો હતો.
 
22 વર્ષની ઉંમરે 48 વર્ષના શિક્ષક સાથે લગ્ન કર્યા
દાનિયલે તેનું ઘર શોધવાનો પ્રયાસ કર્યો અને અંતે તેનું સરનામું મળી ગયું. તે પછી તે ઘરે ગયો અને તેને મળ્યો અને ફરીથી તેના દિલની વાત કહી. ખૂબ સમજાવ્ પછી, જમીલા રાજી થઈ અને તેને પોતાના ના પતિ તરીકે અપન આવી લીધો.  બંનેએ પરિવારની પરવાનગી લીધી અને લગ્ન કર્યા. 22 વર્ષીય દાનિયલે વર્ષ 2021માં તેની 48 વર્ષીય ટીચર સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન કોટા ટિન્ગી મસ્જિદમાં થયા હતા જેમાં તેમના પરિવારના સભ્યો અને મિત્રોએ હાજરી આપી હતી. જમીલા વર્ષ 2007માં તેના પતિથી અલગ થઈ ગઈ હતી અને ત્યારથી તે પોતાના કરિયર પર ધ્યાન આપી રહી હતી.
f