ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (08:35 IST)

અબુ ધાબીનું પહેલું હિન્દુ મંદિર 1 માર્ચે ભક્તો માટે ખુલશે

Ram temple in Abu Dhabi
અબુધાબીમાં બનેલું પહેલું હિન્દુ મંદિર 1 માર્ચથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. મંદિરના પ્રવક્તાએ કહ્યું કે, 'મંદિર 1 માર્ચથી સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી સામાન્ય લોકો માટે ખુલ્લું રહેશે. મંદિર દર સોમવારે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

-BAPS મંદિર 1 માર્ચે ભક્તો માટે ખુલશે
- સવારે 9 થી 8 વાગ્યા સુધી દર્શન કરી શકશે
= પીએમ મોદીએ અબુધાબીમાં ઉદ્ઘાટન કર્યું

Abu Dhabi- બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા બનાવવામાં આવેલ મંદિર દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહેબા પાસે 27 એકર વિસ્તારમાં લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.
 
મંદિરના નિર્માણમાં કોઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને ફાઉન્ડેશન ભરવા માટે કોંક્રિટ મિશ્રણમાં સિમેન્ટની જગ્યાએ 55 ટકા રાખનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 
સંયુક્ત આરબ અમીરાતમાં વધુ ત્રણ હિન્દુ મંદિરો છે જે દુબઈમાં છે. અદ્ભુત સ્થાપત્ય અને કોતરણી સાથે વિશાળ વિસ્તારમાં ફેલાયેલું, BAPS મંદિર ગલ્ફ પ્રદેશનું સૌથી મોટું મંદિર છે.

Edited By-Monica sahu