બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 19 ડિસેમ્બર 2018 (15:16 IST)

OMG! માલિકના અવાજમાં પાલતુ પોપટે ઓનલાઈન ઓર્ડર કર્યો આ સમાન, લિસ્ટ જોઈને થઈ જશો હેરાન

પોપટ એટલે કે મીઠ્ઠુ  એક એવો પક્ષી જે લોકોનો અવાજ ખૂબ જ સહેલાઈથી કાઢી લે છે. અવાજ કાઢવા સુધી તો ઠીક હતુ પણ બ્રિટનની એક ગ્રે પોપટે ઓનલાઈન ઓર્ડર આપીને લોકોને ચોંકાવી દીધા. તકનીકી વિસ્તારને પોપટે સારી રીતે સમજ્યુ કે વર્ચુઅલ અસિસ્ટેંટની મદદથી તે આઈસક્રીમ ઉપરાંત અનેક ફળ અને શાકભાજીનો ઓર્ડર આપી દીધો. એલેક્સા અમેજન કંપનીના વર્ચુઅલ અસિસ્ટેંટનુ નામ છે. 
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ પોપટે સ્માર્ટ સ્પીકર એલેક્સાની મદદથી પોતાના માલિકના અવાજમાં વાતચીત કરીને જુદો જુદો સામાન ઓનલાઈન ઓર્ડર કર્યો. રોકો નામના આ આફ્રિક્રિ પોપટે અમેજન પર આઈસક્રીમથી લઈને તરબૂચ, સૂકામેવા અને બ્રોકલીનો પણ ઓર્ડર આપ્યો. એટલુ જ નહી પોતાના માલિકના અવાજમાં તેને ફરી ઓર્ડર કર્યો અને પછી લાઈટ બલ્બ અને પતંગ પણ મગાવી. 
 
પોપટની માલકિન મૈરિયને જણાવ્યુ કે આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેમણે અમેજન શોપિંગ ઓર્ડર લિસ્ટ જોઈ. લિસ્ટમાં તે સામાન હતો જે તેણે ઓર્ડર જ નહોતો કર્યો. ડેલી મેલની રિપોર્ટ મુજબ રોકો નામના આ પોપટે પહેલા વર્કશાયર સ્થિત નેશનલ એનીમલ વેલ્ફેયર ટ્રસ્ટ સૈક્ચુરીમાં રહેતો હતો. ત્યા તેણે વધુ કલરવ અને બોલવાને કારણે ત્યાથી કાઢી નાખ્યો હતો. 
 
નેશનલ એનીમલ વેલ્ફેયર ટ્રસ્ટ સૈચુરી (એનએડબલ્યૂટી) માં કામ કરનારી મૈરિયન તેને પોતાના ઘરે લઈ આવી અને જોત જોતામાં તે બધુ સીખી ગયો. પોપટની આ હરકત હવે લોકો માટે ચર્ચાનો વિષય બની ગઈ છે.