શોખ બડી ચીજ હૈ... આ યુવકે માથા પર જ જડાવી લીધો 175 કરોડનો પિંક ડાયમંડ  
                                       
                  
				  				  
				   
                  				  અમેરિકન રૈપર અને સૉન્ગ રાઈટર Lil Uzi Vert ના શોખ એ ઘણા લોકોને શોક્ડ કરી દીધા.  વાત એમ છે કે બુધવારે તેણે ઈસ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો, જેને જોઈને તેના 13.9 મિલિયન ફોલોઅર્સ ચોંકી ગયા. રિપોર્ટ મુજબ રેપરે 11 કેરેટનો પિંક ડાયમંડ પોતાના માથા પર જડાવી લીધો છે. જેની કિમંત 24 મિલિયન ડોલર (લગભગ 175 કરોડ રૂપિયા) છે.
				  										
							
																							
									  				  				  
	 
	તમને કેવો લાગ્યો આ આઈડિયા 
	 
	 જો કે કેટલાક યુઝર્સે તેના માથા પર જડેલ આ ગુલાબી હીરો જોઈને માર્વલ મૂવીના વિઝન સ્ટોનની યાદ આવી ગઈ. 
				  
	 
	2017થી કરી રહ્યા હતા પેમેંટ... 
	 
	 
	પોતાના ટ્વીટ્સની શ્રેણીમાં રૈપરે જણાવ્યુ કે તે આ 24 મિલિયન ડોલરના હીરાને પોતાનો બનાવવા માટે વર્ષ 2017થી પેમેંટ કરી રહ્યા છે. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	
				  																		
											
									  
	 
	આ વીડિયો થઈ ગયો વાયરલ 
	 
	રૈપરે આ મોટા હીરાના જ્વેલર Elliot Eliantte પાસેથી ખરીદ્યો છે, જેણે Lil નો એક વીડિયો પોતાના ઈંસ્ટા હૈડલ દ્વારા શેયર કર્યો. 
				  																	
									  
	 
	 
	કોણ છે Lil Uzi Vert ? 
	 
	આ 27 વર્ષીય રૈપરનુ અસલી નામ સાયમર બાયસિલ વુડ્સ છે, જેને દુનિયા Lil Uzi Vertના નામથી ઓળખે છે.  તેનો જન્મ 31 જુલાઈ 1994ના રોજ અમેરિકાના ફ્રાંસિસ્વિલેમાં થયો. 
				  																	
									  
	 
	આ કારણે રહે છે ચર્ચામાં 
	 
	ઉલ્લેખનીય છે કે વુડ્સ પોતાની હેયર સ્ટાઈલ, ટૈટૂઝ અને અતરંગી કપડાને લઈને પણ ચર્ચામાં રહે છે. પણ તેમના માથા પર કરોડો નો હીરો જડવાનો આ નિર્ણય ઘણા લોકોને વિચિત્ર લાગ્યો.