Bangladesh Air Force Plane Crash: સ્કુલ પર પડ્યુ બાંગ્લાદેશ એયર ફોર્સ નુ F-7 પ્લેન, અનેક લોકોના મોતની આશંકા
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બાંગ્લાદેશ વાયુસેનાનુ એક ટ્રેનિંગ જેટ F-7 BJI ઉત્તરા વિસ્તારના માઈલસ્ટોન સ્કુલ અને કોલેજના કૈપસમાં જઈને અથડાયુ. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા એક વ્યક્તિનુ મોત થઈ ગયુ છે.
આ ભયાનક અકસ્માતથી વિસ્તારમાં ભય ફેલાયો છે. બાંગ્લાદેશી અખબાર ડેઇલી સ્ટારે ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ ડિરેક્ટોરેટને ટાંકીને જણાવ્યું છે કે જેટ ક્રેશ થવાથી શાળા પરિસરને ભારે નુકસાન થયું છે.
બાંગ્લાદેશ આર્મી વતી ઇન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ જણાવ્યું હતું કે સોમવારે બપોરે વિમાન ક્રેશ થયું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ વાયુસેનાનું F-7 BGI તાલીમ વિમાન ઉત્તરામાં ક્રેશ થયું હતું. વિમાને દોઢ મિનિટમાં ઉડાન ભરી હતી.
અકસ્માત સ્થળે ચીસો અને બૂમો પડી રહી હતી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં, સળગતો કાટમાળ અને ઘાયલ લોકોના ફોટા જોઈ શકાય છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે અકસ્માત પછી ચારે બાજુ ધુમાડો અને ચીસો હતી.
ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી મૃતકોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી. વર્તમાન માહિતી અનુસાર, ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે. આશંકા છે કે આ અકસ્માતમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હશે.