1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (11:33 IST)

ત્રણ મિનિટનો ઝૂમ કૉલ અને CEOએ 900 કર્મચારીઓને કાઢી મૂક્યા

'ઇકોનોમિક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર અમેરિકામાં રજાઓની મોસમ શરૂ થાય તે પહેલાં જ બુધવારે ન્યૂયૉર્કસ્થિત મૉર્ગેજ ધિરાણકર્તાએ ઝૂમ મિટિંગમાં 900થી વધુ કર્મચારીઓને કોઈ પૂર્વ ચેતવણી આપ્યા વિના કાઢી મૂક્યા હતા. મિટિંગ ત્રણ મિનિટ પણ ચાલી ન હતી.
 
એક કર્મચારીએ ટ્વિટર પર એક ટૂંકી વિડિયો ક્લિપ અપલૉડ કરી છે અને આ વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં Better.comના સીઈઓ વિશાલ ગર્ગને ટૂંકા સંદેશ સાથે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકતા જોઈ શકાય છે.
 
સંદેશમાં બૉસે કર્મચારીઓને કહ્યું, "આ એવા સમાચાર નથી કે જેને તમે સાંભળવા માગો છો...જો તમને આ કૉલ પર બોલાવવામાં આવ્યા હોય તો તમે એ કમનસીબ ગ્રૂપનો ભાગ છો જેને છૂટા કરવામાં આવી રહ્યા છે. તમને તાત્કાલિક અસરથી નોકરીમાં છૂટા કરવામાં આવે છે."
 
DailyMail.co.ukના અહેવાલ પ્રમાણે, વિશાલે કહ્યુ હતું કે "મારી કારકિર્દીમાં આવું બીજી વખત કર્યુ છે અને હું આ કરવા માંગતો નહોતો. છેલ્લી વખત જ્યારે મેં આમ કર્યું, ત્યારે હું રડ્યો હતો.''