મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 23 ઑગસ્ટ 2024 (13:12 IST)

Bus Accident NepaL - નેપાળમાં 40 મુસાફરોને લઈ જઈ રહેલી ભારતીય બસ નદીમાં ખાબકી, 14ના મોત, 16 ને બચાવી લેવાયા

nepal accident
nepal accident
નેપાળમાં 40 મુસાફરોને લઈને જઈ રહેલી એક ભારતીય બસ નદી માર્સયાંગડી નદીમાં ખાબકી. દુર્ઘટનામાં અનેક લોકોના હતાહતા થવાની આશંકા બતાવાય રહી છે.  આ દુર્ઘટના તનહુન જીલ્લામાં થઈ છે.  તનહુન જીલ્લાઓ પોલીસ ઓફિસના ડીએસપી દીપકુમાર રાયાએ દુર્ઘટનાની પુષ્ટિ કરી અને જણાવ્યુ કે  UP FT 7623 નંબર પ્લેટવાળી બસ નદીમાં ખાબકી છે. અધિકારીઓ મુજબ આ બસ પોખરાથી કાઠમાંડૂ જઈ રહી હતી. 




મળતી માહિતી મુજબ 40 મુસાફરોને લઈને જઈ રહેલી એક બસ તનહુન જીલામાં અહી માર્સયાંગડી નદીમાં ખાબકી ગઈ. બસમાં કુલ 40 મુસાફરો સવાર હતા. 14ના મોત થઈ ગયા છે જ્યારે કે 16 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે.  ગોરખપુરની રજીસ્ટર્ડ બસ અહીથી મુસાફરોને લઈને નેપાળ તરફ ગઈ હતી.