1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 30 ઑક્ટોબર 2020 (23:04 IST)

Story of Charley Hebdo: એ મેગેઝીનની સ્ટોરી, જેને કારણે આખી દુનિયામાં છેડાયો છે વિવાદ

- શાર્લી એબ્દો ફ્રાંસમાં એક ખૂબ જ ચર્ચિત સાપ્તાહિક વ્યંગ્ય મેગેઝીન છે. 
- આ મૈગેઝીનમાં કાર્ટૂન, રિપોર્ટ્સ, વાદ વિવાદ અને મનોરંજક સટાયર એટલે કટાક્ષ પ્રકાશિત કરવામાં આવે છે. 
- શાર્લી એબ્દો એ થોડા વર્ષ પહેલા ઈસ્લામિક ધર્મ ગુરૂ મોહમ્મદ પૈગંબરના કાર્ટૂનને પ્રકાશિત કર્યુ હતુ. 
- મુસ્લિમ સમુહના લોકોની નારાજગી પછી આ મેગેઝીનના ઓફિસ પર હુમલો થયો હતો. 
 
આ જ વર્ષે એટલે કે 16 ઓક્ટોબર 2020 ના રોજ ફ્રાન્સના પેરિસમાં શાર્લી  અબ્દોમાં છાપેલા પયગમ્બર મોહમ્મદના એક કાર્ટૂન શિક્ષકે  વિદ્યાર્થીઓને બતાવ્યુ તો ત્યાના એક શિક્ષકનુ ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી
 
આ ઘટના પછી ફરી એકવાર શાર્લી એબ્દો નામનું આ મેગેઝિન ચર્ચામાં આવ્યું. શાર્લી એબ્દો ફ્રાંસમાં એક ખૂબ જ ચર્ચિત સાપ્તાહિક વ્યંગ્ય મેગેઝીન છે.  આ મૈગેઝીનમાં કાર્ટૂન, રિપોર્ટ્સ, વાદ વિવાદ અને મનોરંજક સટાયર એટલે કટાક્ષ પ્રકાશિત કરવામાં આવે છે.  તમામ રાજકીય અને સામાજિક ઘટનાક્રમ પર વ્યંગ્ય પ્રકાશિત કરવામાં આવે છે. 
 
અગાઉ તે તે સમયે ચર્ચામાં આવી જ્યારે તેમા મુસ્લિમના ધર્મગુરૂ પયગંબર મોહમ્મદ વિશે કેટલાક કાર્ટૂન પ્રકાશિત કરવામાં આવ્યા હતા.  આ પ્રકાશન પછી, શાર્લી એબ્દોની પેરિસ ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો.
 
આ હુમલામાં 7 જાન્યુઆરી 2015 ના રોજ હત્યાકાંડમાં ફ્રાન્સના સૌથી પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ સહિત 12 લોકો માર્યા ગયા હતા. સાએદ અને શેરીફ કુઆશી નામના બે ભાઈઓ પેરિસમાં મેગેઝિનની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ બંનેએ એક પોલીસ કર્મચારીની પણ હત્યા કરી હતી અને ખુદને  અલ કાયદા સાથે જોડાયેલા બતાવ્યા.  આ લોકોએ ફાયરિંગ બાદ કહ્યું, 'અમે પયંગબરનો બદલો લઈ લીધો'  
 
ઉલ્લ્ર્ખનીય છે કે  વિશ્વભરના મુસ્લિમો મોહમ્મદ પયંગબરના ચિત્ર અથવા કાર્ટૂનને નિંદાજનક તરીકે જુએ છે.આ હુમલાના થોડા સમય પછી, સામયિકના ડિરેક્ટર, લોરો રિસ સુરીસે, ચાર્લી અબ્દોના એક અંકમાં એક સંપાદકીયમાં લખ્યું, 'અમે ક્યારેય નમીશું નહીં, અમે  ક્યારેય પીછેહઠ કરીશું નહીં'.
 
એટલે કે,  શાર્લી એબ્દો પોતાના જર્નાલિજ્મ ઓફ કરેજ પાર કાયમ હતા અને ઇસ્લામિક રેડિકલ્સ તેનાથી નારાજ હતા. 2015 માં બનેલી આ ઘટના પછી, જ્યારે એક શિક્ષકે સ્કૂલમાં ભણતા બાળકોને જ્યારે આ જ કાર્ટુન બતાવ્યાં, ત્યારે મુસ્લિમ કટ્ટરવાદીઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી
 
ત્યારબાદ ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ આ ઘટનાને મુસ્લિમ આતંકવાદ ગણાવી હતી. આ પ્રતિક્રિયા પછી, વિશ્વના ઘણા મુસ્લિમ દેશોમાં ફ્રેન્ચ ઉત્પાદનોનો બહિષ્કાર કરવો શરૂ કર્યો હતો.  આવ્યો હતો. જેમાં તુર્કી, પાકિસ્તાન, મલેશિયા, બાંગ્લાદેશ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે ફ્રાંસ અને અન્ય મુસ્લિમ દેશો સામ-સામે આવી ગયા છે.
 
પ્રથમ હતી 'હારા કિરી એબ્દો'
આ મેગેઝિનની શરૂઆત વર્ષ 1970 માં થઈ હતી. તે સમય દરમિયાન માસિક મેગેઝિનનું નામ 'હારા કિરી અબ્દો' રાખવામાં આવ્યું હતું, જે પૂર્વ રાષ્ટ્રપતિ ચાર્લ્સ ડી ગોલના મૃત્યુ પછી મજાક કરવા બદલ બૈન કરવામાં આવ્યુ હતુ. 1981 માં આ મેગેઝિન બંધ થઈ ગયું હતું, પરંતુ 1991 માં આ સામયિક ફરી ચાલુ કરી દેવામાં આવી. ફ્રેન્ચ શબ્દ 'એબ્દો' નો અર્થ 'સાપ્તાહિક' છે
 
બાદમાં, લોકપ્રિય કાર્ટૂન સીરીઝ 'પીનટ'ના કેરેક્ટર શાર્લી બ્રાઉનનાં નામ પર આ મેગેઝીનનુ નામ શાર્લી એબ્દો રાખવામાં આવ્યું હતું.  દર બુધવારે પ્રકાશિત થનારી સાપ્તાહિક સામયિકના વર્તમાન સંપાદક ગેરાર્ડ બિયાર્ડ છે.