VIDEO: લોકોની જળ સમાધિ: બ્રાઝિલમાં નૌકાવિહાર કરતા લોકોની નૌકાઓ પર હજારો ટનનો પત્થર પડ્યો; 7ના મોત, 20 ગુમ
બ્રાઝિલના મિનસ ગેરેસ રાજ્યમાં શનિવારે એક મોટો અકસ્માત થયો હતો. એક સરોવરમાં કેટલીક બોટ પર ભારે પત્થરની શિલા પડી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 32 લોકો ઘાયલ થયા છે. આ સિવાય 20 લોકો પણ ગુમ છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ફર્નેસ લેક પર લોકો બોટ પર સવારી કરી રહ્યા હોવાનું જોવા મળે છે. આ દરમિયાન પથ્થરનો મોટો ભાગ તૂટીને બોટ પર પડ્યો હતો.
મિનસ ગેરેસ અગ્નિશમન દળના કમાન્ડર કર્નલ એડગાર્ડ એસ્ટેવો ડી સિલ્વાએ આ ઘટના અંગે માહિતી આપી છે. એસ્ટેવો ડી સિલ્વાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 32 લોકો ઘાયલ થયા છે. 20 લોકો ગુમ હોવાનો અંદાજ છે.
3 બોટ ખડક સાથે અથડાઈ
એસ્ટેવોએ જણાવ્યું હતું કે અકસ્માત સો જોસ દા બારા અને કેપિટોલિયો શહેરોની વચ્ચે થયો હતો. કેપિટોલિયો વિસ્તારમાં આવેલા ફર્નાસ તળાવમાં ખડકનો મોટો ટુકડો તૂટીને પડ્યો હતો. આ દુર્ઘટનામાં 3 પ્રવાસી બોટ આવી ગઈ હતી.
વરસાદના કારણે અકસ્માત
મિનાસ ગેરાઈસના ગવર્નર રોમુ ઝેમાના જણાવ્યા અનુસાર કેપિટોલિયોમાં લેક ફર્નાસમાં ખડકનો એક ભાગ ભારે વરસાદને કારણે તૂટી પડ્યો હતો. જેમ્માએ સોશિયલ મીડિયા પર લખ્યું કે અમે લોકોને જરૂરી સુરક્ષા અને મદદ આપવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું. ગુમ થયેલાઓની શોધ ચાલુ રહેશે, જોકે ડાઇવર્સ તેમની સલામતી માટે રાત્રે તેમની શોધ બંધ કરશે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ એક વિડિયો ટ્વીટ કરીને કહ્યું કે નેવીએ રાહત દળની ટીમને શોધ અને બચાવ કાર્યમાં જોડાવા માટે તૈનાત કરી છે