રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 23 ઑગસ્ટ 2016 (11:29 IST)

ફાંસ : સારકોજીએ બીજીવાર રાષ્ટ્રપતિ પદ માટે પોતાની દાવેદારીની જાહેરાત કરી

ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રાપતિ નિકોલસ સારકોજીએ બીજીવાર રાષ્ટ્રપતિ બનવા માટે પોતાની દાવેદારીની જાહેરાત કરી છે. સારકોજીએ કહ્યુ કે તેઓ આવતા વર્ષે થનારી ચૂંટણીમાં પોતાની ઘુર દક્ષિણપંથી પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની દાવેદારી મેળવવાની કોશિશ કરશે. 
 
61 વર્ષના પૂર્વ રાષ્ટ્રપતિ સારકોજી પાંચ વર્ષના પોતાના કાર્યકાળના અંતિમ વર્ષોમાં ખૂબ અલોકપ્રિય થઈ ગયા હતા. તેમણે ટોચના પદ પર બીજીવાર બેસવાની પોતાની આકાંક્ષા છિપાવી નહોતી. 
 
સારકોજીએ આ અઠવાડિયામાં થનારી પોતાના નવા પુસ્તક પર ટૂટ પોર લ ફ્રાંસની પ્રસ્તાવનામાં લખ્યુ, "હુ રાષ્ટ્રપતિ પદ માટે 2017 માં થનારા ચૂંટણીમાં ઉમેદવાર બનવાનો નિર્ણય લઉ છુ."