ડોનાલ્ડ ટ્રંપે રોકી 7 મુસ્લિમ દેશોના નાગરિકો, શરણાર્થિઓની એંટ્રી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શુક્રવારે અમેરિકાની સીમાઓ દુનિયા ભરના શરણાર્થિઓ માટે બંધ કરી દીધી. સાથે જ 7 મુસ્લિમ દેશોના લોકોની અમેરિકામાં એંટ્રી અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. ટ્રંપે એક સરકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. જે સાત મુસ્લિમ દેશોના શરણાર્થીઓને આવવાથી રોકવા અને ઈસ્લામી આતંકીઓ ને અમેરિકા બહાર રાખવા માટે સઘન તપાસ માટે નિયમ નક્કી કરે છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરીકામાં શરણાર્થીઓના આગમનમાં વિલંબ કરવા અને 7 મુસ્લિમ દેશોથી આવનાર નાગરીકો માટે નિયમો કડક કરવાના આદેશ પર સહી કરતા પોતાના ચૂંટણીલક્ષી ઢંઢેરામાં કરેલી જાહેરાત પૂરી કરવાની શરૂઆત કરી છે. સહી કર્યા બાદ ટ્રમ્પે જણાવેલ કે કટ્ટરપંથી ઈસ્લામી આતંકવાદીઓથી અમેરીકાને સુરક્ષીત કરી રહ્યા છે. આ આદેશ મુજબ ઈરાન, ઈરાક, લીબીયા, સોમાલીયા, સુડાન, સીરીયા અને યમનના નાગરીકો પર વિઝાના આકરા નિયમો લદાયા છે.
ટ્રમ્પે આદેશ બાદ વધુમાં જણાવ્યું હતું કે આ એક મોટુ પગલુ છે અમેરીકામાં વિદેશી આતંકીયોના ઘુસવાથી રોકવા માટે આવુ પગલુ ભરાયુ છે. હું આતંકીઓને અમેરીકામાં ઘુસવાથી રોકવા માગુ છું. અમે ફકત એવા દેશોના નાગરીકોને પ્રવેશ આપવા માગીએ છીએ જેઓ અમારા દેશને સમર્થન આપે અને અમારા નાગરીકોને પ્રેમ કરે. રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ આતંકીઓના ખાત્માનો સંકલ્પ કર્યો હતો. તેમણે સીઆઈએ યોજના બનાવશે તેવુ પણ જણાવેલ. આ આદેશ બાદ 7 મુસ્લિમ દેશોના નાગરીકોને 90 દિવસ સુધી વિઝા અપાશે નહીં.
ટ્રમ્પના આ આદેશ બાદ અમેરીકામાં ઓછામાં ઓછા 120 દિવસ સુધી શરણાર્થીઓનું આવવાનુ ટળશે અને પુનર્વાસ પણ મોડુ થશે. નિયમમાં આ વાતની વ્યવસ્થા કરવામાં આવી કે અમેરીકામાં જેને શરણાર્થીનો દરજ્જો મળ્યો છે તે દેશની સુરક્ષામાં કોઈ ખતરો ઉભો ન કરે. ટ્રમ્પના આદેશ બાદ સીરીયાથી આવનાર શરણાર્થીઓ પર અમેરીકામાં અનિશ્ચિત સમય માટે રોક લાગી ગઈ છે.