ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 18 નવેમ્બર 2021 (11:01 IST)

ભુતાનમાં ડ્રેગનની ઘૂસણખોરી

ચીન પોતાની યુક્તિઓને અટકાવતું નથી. ભારત સાથેના સીમા વિવાદ વચ્ચે ડ્રેગન પાડોશી દેશ ભુતાનની સરહદમાં પણ ઘૂસણખોરી કરી છે. NDTVના અહેવાલ મુજબ, ચીન તેણે તેની સરહદે ભુતાનમાં લગભગ 25 હજાર એકર જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. એટલું જ નહીં, ચીને અહીં 4 ગામ પણ વસાવી લીધાં છે. 
 
ચીને તેની સરહદે ભૂટાનમાં લગભગ 25 હજાર એકર જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. આટલું જ નહીં ચીને અહીં ગેરકાયદેસર રીતે ચાર ગામો વસાવી દીધા છે. આ તમામ નવા ગામો લગભગ 100 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા દેખાય છે. ભૂટાનની આ વિવાદિત જમીન ડોકલામ પઠાર પાસે આવેલી છે, જ્યાં 2017માં ભારત અને ચીન સામસામે આવી ગયા હતા.