શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (18:08 IST)

દુનિયાનો સૌથી શ્રીમંત દેશ બન્યો ચીન, અમેરિકાને છોડ્યુ પાછળ

અમેરિકા(America)ને પછાડીને ચીન(China) દુનિયાનો સૌથી શ્રીમંત દેશ બની ગયો છે. મૈકિંજી ગ્લોબલ ઈસ્ટિટ્યુટની રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે મૈકિજી ગ્લોબલ ઈસ્ટિટ્યુટ છેલ્લા દસકોમાં દુનિયાની ધન સંપત્તિ ત્રણ ગણી વધી ગઈ છે. 
 
બ્લુમબર્ગના મુજબ મૈકિંજી ગ્લોબલ ઈસ્ટિટ્યુટે દુનિયાભરના 10 દેશોની બેલેંસ શીટની તપાસ કરીને આ રિપોર્ટ તૈયાર કરી છે. દુનિયાભરની આવકનો 60 ટકા આ જ દેશોમાંથી આવે છે. 
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 વર્ષોમાં દુનિયાની સંપત્તિ ત્રણ ગણી થઈ  ગઈ છે. આ સૌની વચ્ચે મોટા અને ચોંકાવનારા સમાચાર એ છે કે આ સંપત્તિઓમાં ચીનની ભાગીદારી એક તૃતીયાંશ છે. દુનિયાભરના દેશોની બેલેંસશેટ પર નજર રાખનારી મેનેજમેંટ કંસલ્ટેંટ મૈકિંજી એંડ કંપની (Management Consultant McKinsey & Company)ની અનુસંધાન શાખાની રિપોર્ટ મુજબ ચીન હવે દુનિયાનો સૌથી શ્રીમંત દેશ બની ગયો છે.  
 
 
રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દુનિયામાં સૌથી વધુ સંપત્તિવાળા ચીન અને બીજા નંબર પર રહેલા અમેરિકાના ધનનો ખૂબ મોટો ભાગ થોડા શ્રીમંત લોકો સુધી સીમિત છે. રિપોર્ટ મુજબ આ બંને અમીર દેશોમાં દસ ટકા વસ્તીની પાસે સૌથી વધુ ધન છે. રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે આ દેશોમાં શ્રીમંતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જેને કારણે શ્રીમંત અને ગરીબ દેશો વચ્ચે મોટુ અંતર જોવા મળી રહ્યુ છે.