1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 14 નવેમ્બર 2021 (12:15 IST)

US માં ગુજરાતી પોલીસની હત્યા

અમેરિકામાં ફરી એકવાર ગુજરાતીની હત્યાની ઘટના સામે આવતા ગુજરાતમાં રહેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકાના જ્યોર્જિયામાં પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ગુજરાતી મૂળના 38 વર્ષના પરમહંસ દેસાઈ ઘરેલું હિંસાના એક કેસમાં આરોપીની ધરપકડ કરવા ગયા હતા.
 
જ્યાં 22 વર્ષીય આરોપી જોર્ડન જેકસન ગોળી મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઘાયલ પરમહંસને ગ્રેડી મેડિકલ સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ચાર દિવસ બાદ પરમહંસનું અવસાન થયું હતું. પરમહંસના પિતાનું નામ દિનેશચંદ્ર દેસાઈ છે જેઓ 30 વર્ષ પહેલા બીલીમોરાથી અમેરિકા સ્થાયી થયા હતા. પરિવારજનોએ પરમહંસના અંગોનું દાન કર્યું છે જેના કારણે 11 લોકોને નવું જીવન મળ્યું છે. 
 
પ્રાપ્ત અહેવાલો અનુસાર પરમહંસ દેસાઈને ગોળી મારીને ફરાર થનારા આરોપી જોર્ડન જેકસનને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની ટીમ આરોપીને પકડવા માટે તેને ઘેરી રહી હતી ત્યારે આરોપીએ પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.