શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બેંકોંક. , બુધવાર, 26 એપ્રિલ 2017 (15:33 IST)

Facebook લાઈવ દરમિયાન હાથમાંથી છટકી ગઈ બાળકી, પિતાએ પણ આપ્યો જીવ

થાઈલેંડમાં અગાશી પર ફેસબુક લાઈવ કરતી વખતે એક પિતાના હાથમાંથી તેની 11 મહિનાની પુત્રી છટકી ગયા પછી તેનુ મોત થઈ ગયુ. દુર્ઘટના પછી પિતાએ પણ સુસાઈડ કરી લીધુ. બાળકીના મોતવાળી ફેસબુક લાઈવ વીડિયો પિતાની પ્રોફાઈલ પર લગભગ 24 કલાક સુધી ચાલતો રહ્યો.  જો કે ઘટનાના એક દિવસ પછી મંગળવારે તેને ફેસબુક પરથી હટાવી લેવામાં આવ્યો.  સિંગાપુરના ફેસબુક પ્રવક્તાએ જણાવ્યુ, 'આ ખૂબ ભયાનક દુર્ઘટના છે અને પીડિત પરિવાર પ્રત્યે અમારી સંવેદનાઓ છે. ફેસબુક પર આ રીતના કંટેટ માટે કોઈ સ્થાન નથી તેથી વીડિયોને હટાવી લેવામાં આવ્યો છે." 
 
થાઈલેંડ પોલીસના મુજબ 20 વર્ષના પિતા વુટ્ટિસન બોંગટૈલે સાથે થયેલ દુર્ઘટનાનો 4 મિનિટનો આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર ફેલાય ગયો. આ લાઈવ વીડિયોને બાળકીની મા પણ જોઈ રહી હતી. વીડિયોને 20 કલાક પછી ફેસબુક પરથી હટાવી લેવામાં આવ્યો.  વીડિયોમાં જોવા મળ્યુ કે વોંગટૈલે એક બિલ્ડિંગની છત પર પોતાની બાળકી સાથે રમી રહ્યો હતો.  ત્યારે બાળકી હાથમાંથી છટકીને નીચે જઈ પડી. પિતાએ ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી.  જો કે પિતાની આત્મહત્યા વીડિયોમાં રેકોર્ડ થઈ નથી.  પોલીસના જણાવ્યા મુજબ પિતાનુ શબ એક હોટલની નિર્માણાધીન બિલ્ડિંગ પર લટકેલુ મળ્યુ. પુત્રીનુ શબ પણ અહીથી જ જપ્ત થયુ.